________________
કરે . મનોરથ મન એહવા, તીરથ શેત્રુંજે જાયવા; સમેતશિખર-આબુ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણો સસસ્નેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩ (૧૮૦) મૈથુન પાપસ્થાનકની સજ્ઝાય (રાગ : છઠ્ઠો આરો એવી આવશે)
પાપસ્થાનક ચોથું વર્જીએ, દુર્ગતિ મૂલ અબંભ; જગ સિવ મુંઝ્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. પાપ૦ ૧ રૂડું લાગે રે એ રે, પરિણામે અતિ અતિ ક્રુર; ફલ કિંપાકની સારિખું, વસજે સજ્જન દૂર. પાપ૦ ૨ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચ ફલ કઠિન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પાપ૦ ૩ પ્રબલ જજ્વલિત અયપૂતલી, આલિંગન ભલું તંત; નરક દ્વાર નિતંબિની, જધન સેવન તે દુરંત, પાપ૦ ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ મશી કૂર્ચક એહ; રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. પાપ૦ ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર; સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. પાપ૦ ૬ દશ શિર રજમાંહે રોળિયા, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય થંભ. પાપ૦ ૭ પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવિ થાય. પાપ૦ ૮ મંત્ર ફલે જગ જસ વધે, દેવ કરે રે સાનિઘ્ધ; બ્રહ્મચર્ય ઘરે જે નરા, તે પામે નવિનધ. પાપ૦ ૯ શેઠ સુદર્શનને ટલી, શૈલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શિયળનો જોય. પાપ૦ ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરે જિ કે, તસ હુએ સુજશ વખાણ. ૧૧ CRCRCRCRCRCRCRCRCREDEREREACTURERERERURULUR દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમણ કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
373
www.jainelibrary.org