________________
કે તને આપું મારા કાનની ઝાલ, હાર આપું હીરાતણો રે, કાનની ઝાલ તારે કાને સોહાય, હીરાનો હાર મારે અતિ ઘણા રે.. ૫ મારે વાત કર્યાની ઘણી ટેવ, વાત કર્યા વિના નહિ રે રહું રે, પાડોસણ આવી ખડકી માંહે, બાઈ રે પાડોસણ સામી ગઈ રે... ૬ પાડોસણ બાઈ તને કહું એક વાત તારી વહુએ મુનિને વહોરાવીઓરે નથી ઊગ્યો હજી તુલસીનો છોડ, બ્રાહ્મણે નથી કર્યા પારણાં રે. ૭ સોવન સોવન મારો પુત્ર, ઘરમાંથી કાઢો ધર્મોલડી રે, લાતો મારી રે ગડદા મારીયારે, માયયે, પાટુએ પરિસહ કર્યો રે. ૮ બે બાળક ગોરીએ લીધા સાથ, અમકા તે બારણે નીસર્યાં રે ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈએ દીઠી મહિયર વાટડી રે ? ૯ ડાબી દિશે ડુંગરીઆ હેઠ, જમણી દિશે મહિયર વાટડી રે, આણા વિના કેમ મહિયર જાઉ, ભોજાઈઓ મેણાં બોલશેરે. ૧૦ ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈયે દીઠી મહિયર વાટડી રે ? ડાબી દિશે ડુંગરીઆ હેઠ, ઉજ્જડ વાટે જઈ વસી રે. ૧૧ સૂકાં સરોવર લહેરે જાય, વાંઝિયો આંબો ત્યાં ફળ્યો રે, નાના ઋષભજીને પાણી પાય, મોટા ઋષભજીને ફળ આપીયો રે. ૧૨ સાસુજી જુએ ઓરડામાંહે, વહુ વિના સુના ઓરડા૨ે. સાસુજી જુએ પડસાલ માંહે, પુત્ર વિના સુના પારણા રે, ૧૩ સાસુજી જુએ રસોડામાંહે, રાંધી રસોઈઓ સેગે ભરી રે. સાસુજી જુએ માટલા માંહે, લાડુડાના ઢગ વળ્યા રે, સાસુજી જુએ કોઠલા માંહે, ખાજાના ખડકા થયા રે. ૧૫ સોવન સોવન મારો પુત્ર, તેડી લાવો ધર્મઘેલડી રે, ચાલો ગોરાદેવી આપણે ઘરે, તમવિના સૂના ઓરડા ૨. ૧૬ ગાયના ગોવાળ ગાયના ચારણહાર કોઈએ દીઠી ધર્મઘેલડી રે. ડાબી દિશે ડુંગરીઆ હેઠ, જમણી દિશે ધર્મઘેલડી રે. ૧૭ ચાલો ઋષભદેવ આપણે ઘેર, તમ વિના સૂનાં પારણાં રે, સાસુજી ફીટીને માય થાય, તોય ન આવુ તમ ઘરે રે. ૧૮ પાડોસણ ફીટીને બેની થાય, તોય ન આવુ તમ ધરે રે. બાઈ રે પાડોસણ તું મારી બેન ઘરરે ભાંગવા ક્યાં મળી ૨ ૧૯ ફણિધર ફીટીને ફૂલમાલા થાય, તોય ન આવું તુમ ધરે રે.
કાંકરો ફીટીને રતન જ થાય, તોય ન આવું તમ ઘરે રે... ૨૦
SAXACACACAAAAAAAAAARRRRREDER દ્રવ્ય પ્રતિજ્ઞમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
૩૦૯
www.jainelibrary.org