________________
કાચા દૂધ દહીં છાશમાંએ, કઠોળ જમવું નિવાર તો ઋષભાદિક જિન પૂજતાંએ, રાગ ધરે શિવનાર તો. ૨ હોળી બળેવ ને નોરતાએ, પીંપળે પાણી મ રેડ તો; શીલસાતમનાં વાસી વડાંએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત દઢ કરો એ, મિથ્યા પર્વ નિવાર તો; સામાયિક પડિક્કમણું નિત કરોએ, જિનવાણી જગસાર તા. ૩ ઋતુવતી અડકે નહિએ, ન કરે ઘરનાં કામ તો; તેહના વંછિત પૂરશેએ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરો એ, કોઈ ન કરશો રીસ તો; કિતિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તો. ૪
((૧૪૮) શ્રી અધ્યાત્મની થોયો) ઊઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવિ દીધુંજી; કાળો કૂતરો ઘરમાં પેઠો, ધી સઘળું તેણે પીધુંજી; ઊઠો વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળોજી; નિજ પતિને કહો વીરજિન પૂજો, સમકિતને અજવાળોજી. ૧ બળે બિલાડે ઝડપ ઝડપાવી, ઉત્રોડ સર્વે ફોડીજી; ચંચલ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ ત્રોડીજી; તેહ વિના રેંટિયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીયેજી; ઋષભાદિક ચોવીસ તીર્થંકર, જપીયે તો સુખ લહીયેજી. ૨ ઘર વાશીંદુ કરોને વહુઅર, ટાળો ઓજીયાળું જી; ચોરટો એક ફરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું જી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી; શિવપદ સુખ અનંત લહીયે, જો જિનવાણી ચાખોજી. ૩ ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવોજી; પહોળે પલંગે પ્રીતમ પોક્યા, પ્રેમ ધરીને જગાવોજી; ભાવપ્રભસૂરિ કહે નહીં એ કથલો, અધ્યાત્મ ઉપયોગીજી; સિદ્ધાયિકાદેવી સાનિધ્ય કરેવી, સાથે તે શિવપદ ભોગીજી. ૪
828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિgમાર્જ ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? 30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org