________________
સારસ કોયલ હંસ તીતર ને વળી મોરજી; મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલો૦ ૧૨ છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાવીએ; નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફુલની વૃષ્ટિ કીધી યોજન એ કને માંડલે; ‘બહુ ચિરંજીવો' આશિષ દીધી તુમને ત્યાંહી. હાલો૦ ૧૩ તમને મે રૂગિરિ પર સુરપતિએ નવરાવીએ; નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમા; વળી તન પર વારૂ ગ્રહગણનો સમુદાય. હાલો૦ ૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશે; ગજપર અંબાડી બેસાડી હોટે સાજ પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલશે; સુખલડી લેશું નિશાળિયાને કાજ. હાલો૦ ૧૫ નંદન નવલા મ્હોટા થાશો ને પરણાવશું; વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખેસરખા વેવાઈ વેવાણોને પધરાવશું; વરવહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર. હાલો૦ ૧૬ પિયર સાસર મહારા બેહુ પખ નંદન ઉજળા; મારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; મહારે આંગણે વક્યા અમૃત દૂધે મેહુલા; મહારા આંગણે ફલીઆ સુરતરૂ સુખના કંદ. હાલો૦ ૧૭ ઈણિ પરે ગાયું માતા ત્રિાશલા સુતનું પારણું; જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું;
જય જય મંગલ હોજો દીપવિજય કવિરાજ. હાલો૦ ૧૮ ૧. કરતલ-હાથના તળીએ ૨. પગતલ-પગના તળીયાં, ૩. પખ-પક્ષ.
((૧૩૨), શ્રી સીમંધર જિનવર હોય
(આ થોચ ૪ વખત બોલી શકાય છે.) શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ; અરિહંત સકલની ભાવ ધરી કરૂં સેવ; સકલાગમપારગ ગણધર ભાષિત વાણી;
જયવંતી આણા જ્ઞાનવિમલગુણ ખાણી... ૧ XDURURURURURURLAURERERERURURURURURURURURUR દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિઉમદા કેવી તે બનાવશો ? ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org