________________
હાંરે મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જો; આણી રે જન કરૂણા ધર્મકથા કહે રે લોલ; હાંરે મારે સહજ વિરોધ વિસારી જગના જંતુ; સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮
(૧૩૦), ઢાળ બીજી
વીર જિનવર ઈમ ઉપદિશે, સાંભળો ચતુર સુજાણ રે;
મોહની નિંદમાં કાં પડો, ઓળખો ધર્મના ઠાણ રે. ૦ ૧ વિરતિ એ સુમતિધરી આદરો, પરિહરો વિષય કષાય રે;
બાપડા પંચ પરમાદથી, કાં પડો કુગતિમાં ધાય રે. વિરતિ૦ ૨ કરી શકો ધર્મ ક૨ણી સદા, તો કરો એહ ઉપદેશ રે;
સર્વ કાળે કરી નિવ શકો, તો કરો પર્વ સુવિશેષ રે. વિરતિ૦ ૩ જુજુઆ પર્વષટના કહ્યાં, ફળ ઘણાં આગમે જોય રે;
વચન અનુસારે આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હોય રે. વિરતિ૦ ૪ જીવને આયુ પરભવ તણું તિથિદિને બંધ હોય પ્રાય રે;
તેહ ભણી એહ આરાધતાં, પ્રાણીઓ સદ્ગતિ જાય રે. વિરતિ૦ ૫ તે હવે અષ્ટમી ફળ તિહાં, પૂછે શ્રી ગૌતમ સ્વામ રે;
ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુ તામ રે, વિરતિ ૬ અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે;
બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી અષ્ટગુણ સિદ્ધિ રે. વિરતિ૦ ૭ લાભ હોય આઠ ડિહારનો, આઠ પવયણ ફળ હોય રે;
નાશ અષ્ટ કર્મનો મૂળથી, અષ્ટમીનું ફળ જોય રે. વિરતિ૦ ૮ આદિજિન જન્મ દીક્ષાતણો, અજિતનો જન્મ કલ્યાણ રે;
ચ્યવન સંભવતણો એહ તિર્થ, અભિનંદન નિર્વાણ રે. વિરતિ૦ ૯ સુમતિ સુવ્રત નિમ જનમીયા, નેમનો મુક્તિ દિન જાણ રે;
પાર્શ્વજિન એહ તિથે સિદ્ધલા, સાતમા જિન ચ્યવન માણ રે. વિરતિ૦ ૧૦ એહ તિથિ સાધતો રાજીયો, દંડવીરજ લહ્યો મુક્તિ રે;
કર્મ હણવા ભણી અષ્ટમી, કહે સૂત્ર નિર્યુક્તિ રે. વિરતિ૦ ૧૧ અતીત અનાગત કાળના, જિન તણા કેઈ કલ્યાણ રે;
એહ તિથે વળી ઘણા સંયમી, પામશે પદ નિરવાણ રે. વિરતિ૦ ૧૨
XAVAKAVARURURURUDUREREREREREREAURRERA
વ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્ષણ છેી તે બનાવશો ?
૨૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org