________________
ગોપીનાથ વિગોપીત કીનો, હર અર્ધાંગત નારી રે થાશું.૨ તેહ અનંગ કિયો ચકચૂરણ, એ અતિશય તુજ ભારી રે થાશું...૩ તે સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી રે થાશું...૪ પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે. તબ પીબત સવિ વારી રે થાશું...૫ એણી પેરે તે અતિ દહવટ કીનો, વિષય અરતિ-રતિ વારી રે થાશું...૬ નયવિમલ પ્રભુ તું હિ નીરાગી, મ્હોટો મહા બ્રહ્મચારી રે થાશું....
(૧૨૭) શ્રી પ્રતિમા સ્થાપનાનું સ્તવન
ભરતાદિકે ઉદ્ધારજ કીધાં, શત્રુંજય મોઝાર;
સોનાતણાં જેણે દહેરા બંધાવ્યા, રત્ન તણાં બિંબ સ્થાપ્યાં;
હો ! કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી ? એ જિનવચને સ્થાપી. હો ! કુમતિ૦ ૧
વીર પછી બસે નેવું વરસે, સંપ્રતિરાય સુજાણ;
સવા લાખ જિન દહેરા કરાવ્યા, સવા ક્રોડ બિંબ સ્થાપ્યા. હો ! કુમતિ૦ ૨
દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂત્રમેં શાખ ઠરાણી !
છઠ્ઠા અંગે એ વીરે ભાખ્યું, ગણધર પૂરે છે સાખી હો ! કુમતિ૦ ૩
સંવત નવસે ત્રાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ !
આબુ તણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૪
સંવત અગિયાર નવાણું વર્ષે, રાજા કુમારપાલ;
પાંચ હજા૨ પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૫
સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ,
પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ૦ ૬
સંવત બાર બહોતેર વર્ષે, ધન્નો સંઘવી જેહ !
રાણકપુરે જિન દેહરાં કરાવ્યા, ક્રોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં; હો ! કુમતિ૦ ૭
સંવત તેર એકોતેર વરસે, સમરોશા ઓશવાળ;
ઉધ્ધાર મંદ૨મો શત્રુંજય કીધો, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યો હો ! કુમતિ૦ ૮
સંવત સોલ બ્યોતેર વરસે, બાદશાહને વારે;
ઉધ્ધાર સોળમો શત્રુંજય કીધો, કરમાશાએ જશ લીધો. હો ! કુમતિ૦ ૯
જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી ! જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચકજશની એ વાણી હો ! કુમતિ૦ ૧૦
JAYAAAAAAAAAAAAAAERERERERERER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ દેવી ીતે બનાવશો
Jain Education International
For Private & Personal Use Only
૨૮૫
www.jainelibrary.org