________________
પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તે, જાદવના દુઃખો દૂર કર્યા છે. તારા) ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ-મરણ ભય તેહનાં હર્યા છે. તારા૦ ૪ પતિત પાવન શરણાગત તુંહી, દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યા છે. તારા પ શ્રી શંખેશ્વર પાર્થ જિનેશ્વર, તુજ પદપંકજ આજથી ધર્યા છે. તારા૦ ૬ જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખ તેને રંગથી વર્યા છે. તારા૦ ૭ ((૧૨૩), શ્રી પંચાસર પાશ્વ જિન સ્તવન
(રાગ : જિન તેરે ચરણ કી..) શરણ તુમારે આયો નિણંદરાય ! શરણ તુમારે આયો; પકડી જકડી મોહ મહારાય, ચિહું ગતિ ચોક ફિરાયો. શરણ૦ નરક નિગોદને બંદીખાને, કાલ અનંત રઝાયો;
પાયા અતિમહામદના પ્યાલા, બહુ વિપરીત ભરાયો. શરણ૦ ૧ મોહતણી રાણી મહામૂઢતા, તેણે હું ધંધે લગાયો;
છાઈ રહ્યા મુજ આંતર લોચન, આપકું આપ ભૂલાયો. શરણ૦ ૨ મહા મંત્રીશ્વર મોહરાયકો, મિથ્યાદર્શન કહાયો;
કુદેવ કુગુરુ કુધર્મની સંગે, સૂધ બુધ સઘળી હરાયો. શરણ૦ ૩ નાના વેશ ભેખ પાખંડે, મર્કટ નાચ નચાયો;
વિપર્યાસ આસન પર મંડપ, ચિત્ત વિક્ષેપ રચાયો. શરણ૦ ૪ સુણો અરદાસ સમર્થ પ્રભુ પાર્શ્વ ! પંચાસર સુખદાયો,
અંતરંગ રિપુ ભય સવિ નાઠો, જો વિનયે પ્રભુ ધ્યાયો શરણ૦ ૫
( (૧૨૩)(એ) શ્રી પાર્શ્વ જિન સ્તવન
(અર્વાચિન હોવાની સંભાવના છે) તમે બોલો બોલોને પારસનાથ, બાળક તમને બોલાવે; તમે આંખડી ખોલોને એકવાર, બાળક તમને બોલાવે... ૧ મારાં કરેલા કર્મો આજ રે નડ્યા, મારા અવળા તે લેખો કોણે રે લખ્યા?
મારા પૂર્વના પ્રગટ્યા છે પાપ, બાળક) ૨ કંઠ સુકાયો મુખથી બોલાતું નથી, શ્વાસ રૂંધાયો આંખે દેખાતું નથી;
હું તો રડું છું હૈયાભાર, બાળક0 ૩
828282828282828282828282828282828282828282 ૨૦૪ દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિષ્ઠમા કેવી તે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org