________________
તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ;
તું સમરથ સુખ પૂરવાજી, કર મારી સંભાળ રે. જિનજી. ૧૭ તુજને શું કહીએ ઘણુંજી, તું સઉ વાતે રે જાણ;
મુજને થાજો સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિનજી, ૧૮ નાભિરાયા કુળચંદલોજી, મરૂદેવીનો રે નંદ;
કહે જિન હરખ નિવાજયોજી, દેજો પરમાનંદ રે. જિનજી. ૧૯
(૧૦૨), શ્રી આદિનાથ જિન સ્તવનો ડુંગરે ડુંગરે તાહરા દેહરા, ડુંગરા ઉપર કીધો તમે વાસરે, આદિશ્વર દાદા, ચઢતી રાખો ને જૈન ધર્મની... આદિ૧ નાભિરાયાનો કુલચંદલો, મરૂદેવા છે તમારી માતરે..આદિ. ૨ ભરતજી રાજપાટ ભોગવે, ઋષભજી ચાલ્યા વનવાસ રે..આદિ. ૩ બ્રાહ્મી સુંદરી બે બેનડી, આવી વનમાં કીધી તમને જાણ રે...આદિ. ૪ પાલીતાણા નગર સોહામણો, પર્વત ઉપર કીધો તમે વાસ રે...આદિ. ૫ આઠે ટૂંકો ત્યાં રળિયામણી, નવમી ટૂંકે કીધો તમે વાસ રે...આદિ૬ સૂરજકુંડ સોહામણો, ચક્કસરી દેવીને કરીએ પ્રણામ રે...આદિ. ૭ કેસર ચંદનના ભર્યા વાટકા, પુષ્પો ચઢાઉ પ્રભુજીને આજ રે...આદિ. ૮ હીરવિજય ગુરુહીરલો, વીરવિજય ગુણ તમારા ગાય રે..આદિ. ૯
((૧૦૩), શ્રી અજિતનાથ જિન સ્તવનો) પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું, પ્રભુ પાખ ક્ષણ એક મને ન સુહાય જો; ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ-ઘટા જેમ શિવ-સુત વાહન દાય જો. પ્રીતલડી) ૧ નેહધેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો; મારે તો આધાર રે સાહિબ રાઉલો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો પ્રીતલડી૨ સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું? બિરુદ તમારું તારણ તરણ જહાજ જો . પ્રીતલડી) ૩ તારકતા તુજમાં રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ ! જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ? જાણ આગળ કૃપાળ ! જો પ્રીતલડી) ૪ કરણાદષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનોવાંછિત ફળિયા રે તુજ આલંબને, કરજોડીને મોહન કહે મનરંગ જો. પ્રીતલડી૦૫ BRACAKALAURERERURURURURURURUARAURRURER દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિમા છેવી તે બનાવશો ? ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org