________________
તા તેલકુદ્ધરણે, જિણવયણે આયર કુણહ Idoll તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો.
શબ્દાર્થ - જઈ-, ઇચ્છહ-ઇચ્છો છો, પરમપયં-મોક્ષપદને, અહવા-અથવા, કિર્તિ-કીર્તિને, સુવિOડ-સારી રીતે વિસ્તાર પામેલી, ભુવણે-ત્રણ ભુવનમાં, તાતો, તેલુક્ક-ત્રણ લોકનો, ઉદ્ધરણે-ઉદ્ધાર કરનાર, જિણવયણે-જિનેશ્વરના વચનમાં, આયરે-આદર, કુણહ-કરો.
અર્થ - જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઇચ્છો છો, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો.
* આ ૪૦ ગાથા પ્રસિદ્ધ છે તે સર્વત્ર બોલાય છે, તે સિવાય બીજી બે ગાથાઓ પણ જોવામાં આવે છે, તે નીચે મુજબ :
વગાયકલિકલુસાણ, વવગચનિદ્ધતરાગદોસાણ | વવગપુણભવાણ, નમોલ્યુ તે દેવાહિદેવાણં ૧૫
નાશ પામ્યાં છે ક્લેશ અને મલિનતા જેનાં એવા, નિક્ળપણે નાશ પામ્યા છે રાગદ્વેષ જેના એવા, ગયા છે પુનર્જન્મ જેના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો.
સવું પસમઈ પાવે, પુણે વઈ નમસમાણસ સંપૂર્ણચંદવરણમ્સ, કિરણે અજિયસંતિસ્સ શા
સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અજિતનાથ અને શાંતિનાથ જિનનું કીર્તન કર્યું છતે વંદન કરનારનાં સર્વ પાપ વિશેષે શાંત થાય છે અને પુણ્ય વધે છે.
(૫૫) શ્રી બ્રહથ્થાંતિ (મોટી શાંતિ) સ્તોત્ર : ૧. (અહંતપણાના પ્રભાવથી શાંતિ હો)
* આ મોટી શાંતિના કર્તાએ ગ્રંથને અંતે પોતાનું નામ જણાવ્યું નથી, તો પણ અહં તિસ્થયરમાયા સિવાદેવી. એ ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રી હર્ષકીર્તિસૂરિ લખે છે કે – શ્રી નેમિનાથની માતા શિવાદેવી કહે છે - હું તીર્થંકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહનારી છું ઇત્યાદિ. તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ અશાંતિ રચી છે, એમ નિર્ણય થાય છે. તીર્થકરનો જન્મ થાય ત્યારે ચોસઠ ઈંદ્રો પ્રભુના જન્મસ્થાને આવે અને જે દિશાના ક્ષેત્રમાં જન્મ થયો હોય તે દિશાના નાયક ઇંદ્ર (સૌધર્મ અથવા ઇશાન), સર્વને અવસ્વામિની નિદ્રા મૂકી, ભગવંતનું પ્રતિબિબો ભગવંતની માતા આગળ સ્થાપીને પોતે પાંચ રૂપ કરી, પ્રભુને ગ્રહણ કરી, મેરુ પર્વત ઉપર લઈ જઈ, પાંડુક વનમાં આવેલી શિલાના ઉપર સિંહાસનને વિષે પ્રભુને ખોળામાં લઈને બેસે છે અને બીજા દેવો ઉત્તમ ઔષધિમિશ્રિત જળના મોટા એક ક્રોડ અને સાઠ લાખ કળશો વડે પ્રભુને જુવરાવે છે અને ઉત્તમ દ્રવ્ય વડે પૂજે છે. પછી સર્વને શાંતિ થાય તે માટે શાંતિપાઠ ભણે છે. એ પ્રકારે ઇંદ્રાદિક દેવો પ્રભુની જે પ્રકારે ભક્તિ કરે છે, તેનું અનુકરણ કરવાના બહાને આપણે પણ પ્રભુભક્તિ અવશ્ય કરવી. (જે સ્નાત્ર મહોત્સવ આપણે કરીએ છીએ તે) જોઈએ, તે કેવી રીતે કરવી એ વગેરે હકીકત આ સ્તોત્રને વિષે આવે છે. નોંધ : “સાર્થશ્રી આવશ્યક ક્રિયાના સૂત્રો” નામના પુસ્તકમાં સંકલનકારશ્રી આ.વિ.ચન્દ્રગુપ્તસૂરિજી મ.સા છે. તે પુસ્તકની વિ.સ. ૨૦૫૧માં તૃતીય આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. તેના પાન ને ૨૪૮ ઉપર એવો ઉલ્લેખ છે કે શ્રી બૃહદ્ શાંતિ (મોટી શાંતિ)ના રચયિતા શ્રી વાદિ વેતાલ શ્રી શાંતિસૂરિશ્વરજી મહારાજા છે. XAVAXRURURURURURXARXAUR8282ULERURRUREAUA દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org