________________
૩૩૫
રહ્યા પરંતુ જે પાણી, વનસ્પતિ વગેરેના જીવની હિંસા કરવાની છૂટ છે તે ચારિત્ર કયાં? ખરેખર સર્વથા અહિંસાનું જીવન ચારિત્ર જ છે અને માનવભવનું સાચું એ જ કર્તવ્ય દેખાડયું.
હે જગદાધર ! એમ આશ્રવ-સંવર ને વિવેક પણ આપના જ શાસનમાં મળે છે “અવિરતી એ કર્મબંધનું કારણ છે એવું આપના સિવાય કેણ બતાવે છે ? પાપ ન કરીએ છતાં જે એના ત્યાગની પ્રતિજ્ઞા નથી, વિરતિ નથી તય કર્મ બંધાય એ વાત આપના સિવાય બીજું કઈ ધર્મ દર્શાવી નથી એમ સમિતિ, ગુપ્તિ પણ આપના જ ધર્મમાં મળે છે. વિસ્તારથી પ્રાયશ્ચિતનું વર્ણન તેમજ કર્મસિદ્ધાંત, ૧૫૮ કર્મ, એની પ્રકૃતિ, સ્થિતિ, રસ પ્રદેશ એના “બંધ. ઉદય-ઉદ્દીરણુ–સંક્રમણ અપવર્તન-નિકાચના” ૧૪ ગુણસ્થાનક, અનેકાંતવાદ ઈત્યાદિઈત્યાદિ પર બહુ મેટા વિસ્તારથી વિચાર આપે જ બતાવ્યું છે. આ પ્રકાશ વિના કલ્યાણ શે સધાય ?
હે અરિહંત દેવ! અજ્ઞાનના અંધારામાં રખડતા અમને આપે આ બધે તને, સિદ્ધાંતને અને મેક્ષમાર્ગને સત્યપ્રકાશ આપી અમારા પર અનહદ ઉપકાર કર્યો છે માટે જ આપ ખરેખર ધર્મ ચક્રવતી છે. આપની સેવાના પ્રભાવે અમને એ પ્રકાશ મળે, એ મેક્ષમાર્ગની ઉચ્ચ સાધના મળે, અમારી પાપી કામ-ક્રોધાદિ વાસનાઓ મરે, આહારાદિ પાપ સંજ્ઞાઓ માટે અમારા રાગ દ્વેષ કપાતા જાય અને અમને જડ પદાર્થ ચાવત્ કાયા પર પણ મમતા આસતિ ન રહે તેથી કેવળ અમારા આત્મામાં લીન બનીએ, જ્ઞાનદર્શન–ચારિત્રમાં જ તમય થઈ એ એજ અમારી પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org