________________
૩ર૪
નરકમાં સાતેય નરક પૃથ્વીમાં હું નારકી તરીકે ઉત્પન્ન થયે છું. ત્યાં જે કંઈ જીવને મેં દુભવ્યા હોય તેને પણ ખમાવું છું. (૩) (નરકમાં) પરસ્પરને મારતા, ચૂર્ણ વિચૂર્ણ કરવા વગેરે જે કંઈ દુઃખે કર્મને વશ પડેલા મેં કર્યા તે સર્વને પણ ત્રિવિધે ખમાવું છું.
(૪) હું નિર્દય પરમાધામી તરીકે પણ ઉત્પન્ન થયે ત્યારે મેં મૂઠે નરના જીવને દુઃખ ઉત્પન્ન કર્યા તેને પણ આજે ખમાવું છું. અતિ દુઃખની વાત છે કે, મૂઢ એવા મેં તે વખતે બીજાને શું દુઃખ થાય છે તે ન જાણ્યું અને ક્રીડાથી કરવત દ્વારા છેદન–ભેદન આદિ દુઃખ પેદા ક્ય. તે વખતે મૂઢતાને પામેલા મેં જે કંઈ દુઃખ નારકીઓના જીવને પેદા કર્યું તેને આજે ત્રિવિધે ખમાવું છું. (૭) તિર્યંચ નિમાં પણ પૃથ્વીકાય આદિમાં ખારીમાટી આદિ ભેદોમાં એકબીજાના શસ્ત્ર બની જે જીવોને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. જલચર જીવોની મધ્યમાં રહેલા મેં માછલા આદિ અનેક રૂપને ધરનારા બનીને આહાર માટે જે જીવને વિનાશ કર્યો તેમને પણ ખમાવું છું. જલચર જીવોની મધ્યમાં રહેલા મેં અનેક પ્રકારના જીની અનેકવાર જોતાંની સાથે માર્યા તેમને પણ ત્રિવિધ ખમાવું છું (૧૦) સપે, અજગરે વગેરેમાં રહેલા તથા વાંદરા બિલાડા, કુતરા વગેરે બનેલા મેં જે જીને દુભવ્યા તેમને પણ ખમાવું છું.(૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org