SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપે દીસે સાવધ) અનુબંધે પૂજા નિરબંધ. અમૃતના ઘૂંટડા (ત્રીજી આવૃત્તિમાંથી ઉદ્ભૂત) અમૃતના પિપાસુ રાજહંસોને અમૃતની પ્રાપ્તિ | માટે ભક્તિમાર્ગ જેવો સરલ ને સહજસાધ્ય માર્ગ બીજો કોઈ નથી; એમાંય ગીત, નૃત્ય ને સંગીત ભર્યું પૂજા જેવું પ્રબલ છતાં સુકર ને સુખસાધ્ય અન્ય સાધન જવલ્લે જ જડે એવું છે.. આ ચંચળ યુગમાં નિવૃત્તિની નદીઓમાં તરવું સહજ નથી, ઘોંઘાટિયા જમાનામાં ધ્યાન ધારણાના ડુંગરા ચડવા દોહ્યલા બન્યા છે. ક્રિયા અને તપ એકમાર્ગી બન્યા છે. આજના માનવીને ગળથુથીમાં જ | કીતિ ને કાંચનની ભૂખ મળી છે, અને જ્યારે વિષયને વેગળા કરવા એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કઠિન I બન્યું છે, એવે ટાણે ભક્તિ-ઉત્સવનો આ રંગ ખરેખર જીવન-વધામણાં જેવો બની રહે છે. પંચમ કાળે જિનબિંબ ને જિનાગમ ધર્મનાં મુલ્ય અવલંબન બન્યાં છે, અને જિનપ્રતિમાને જ્યારે જિનસરખી કહી છે, ત્યારે પૂજા એ ખરેખર હૃદયનો ધર્મ વૈભવ બની રહે છે. પૂજાના ગીતાર્થ રચયિતાઓએ જિનચરિત્ર ને જિનાગમોનો સકલ સાર પૂજાઓની ગીતીરીતિમાં સહજ રીતે ભરી દીધો છે, જેથી સ્ત્રી, બાળક કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy