________________
* ક્યારેક ભૂલથી કોઈ મુનિની ઠોકર પણ લાગી જતી. સુરમ્ય રાજમહેલોની કોમળ સુખ શય્યામાં સૂનાર કે ક રાજકુમાર આજે કઠોર ભૂમિ પર દ્વાર પાસે સૂતા છે, અને આવતા જતા મુનિઓના પદાઘાતથી એની નીંદ હરામ છે જ થઈ ગઈ છે. આ તરફ કોઈનું ધ્યાન ન ગયું. આ નિદ્રા-ભંગને કારણે મેઘ મુનિનું મન અત્યંત ખિન્ન અને ઉદાસ છે
થઈ ગયું. રાત ભર જાગવાને કારણે તે વિકલ્પોમાં ખોવાઈ ગયો ને વિચારવા લાગ્યો- આજે પહેલે જ દિવસે મારી આ દશા છે તો શું આ રીતે જીવન ભર રાતે ઉજાગરા કરવા પડશે? ક્યાં મારું પૂર્વ જીવન-જ્યાં મારો આદર છે હતો, સમ્માન હતું, મનગમતી સગવડો મળતી હતી, અને ક્યાં આ કઠોર શ્રમણ જીવન. જ્યાં સૂવા માટે બે જ ગજ ભૂમિ પણ મનને અનુકૂળ મળી શકતી નથી.....પૂર્વ-જીવનના સંસ્કારોની સ્મૃતિમાં ખોવાયેલો મેઘકુમાર શ્રમણ જીવનથી વિરક્તિ અનુભવવા લાગ્યો. તે એટલો બધો દુઃખી અને ક્ષુબ્ધ થઈ ગયો કે મનમાં પાકો જ નિશ્ચય કરી લીધો- પ્રાતઃકાળ થતાં જ હું ભગવાનની અનુમતિ લઈ શ્રમણ વેશભૂષાનો ત્યાગ કરી મારે ઘરે- 8 રાજમહેલમાં પાછો જઈશ. આ કઠિન સંયમ પથ પર ચાલવાનું મારું ગજુ નથી. પ્રાતઃકાળ થતા જ મેઘકુમાર ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. કેવલ જ્ઞાની પ્રભુએ મેઘને સંબોધીને કહ્યું
કાલે તમારા મુખ પર જે પ્રસન્નતા ચમકી રહી હતી, તે આજે ખિન્નતામાં પલટાઈ ગઈ છે. તમારું મન જ વિકલ્પોથી ઘેરાઈ ગયું છે, અને આજે મારી અનુમતિ લઈ શ્રમણ વેશનો ત્યાગ કરી ફરી ગૃહસ્થ જીવનમાં જવા ઈચ્છો છો?
મેધકુમારે પ્રભુના ચરણોમાં માથું ઝૂકાવી કહ્યું- પ્રભુ! આ સત્ય છે. આટલી પીડા, આટલું કષ્ટ મારાથી સહ્યું જતું નથી....
પ્રભુએ મેઘકુમારની ચેતના પર આવેલ આવરણોને દૂર કરતા કહ્યુંમેઘ ! પહેલા હું તમને એક વાર્તા સંભળાવું છું.
તાત્યગિરિ પર્વતની તળેટીમાં વાંસનું એક વિશાળ ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક વિશાળકાય છે કે ક દાંતવાળો સુમેરૂપ્રભ નામનો સફેદ હાથી હજારો હાથણીઓના પરિવાર સાથે રહેતો હતો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં
એ વાંસના જંગલમાં ભયંકર આગ લાગી ગઈ. એ અગ્નિ જવાળાઓમાં હજારો પશુ-પક્ષી બળીને ભસ્મ થઈ ગયા. તે હાથી પણ પોતાના પરિવાર સાથે જંગલમાં જીવ બચાવવા આમથી તેમ ભાગતો રહ્યો. ભૂખ્યો ને તરસ્યો, ગરમીથી ત્રાસેલ તે સુમેરૂપ્રભ હાથી એક દિવસ પાણી પીવા માટે એક સરોવર તરફ ગયો. ત્યાં તે ઊંડા છે કાદવમાં ફસાઈ ગયો. વૃદ્ધ હોવાને કારણે બળ વાપરવા છતાં પણ તે કાદવમાંથી બહાર નીકળી ન શક્યો અને કે ભૂખ અને તરસથી તરફડિયા મારતા એણે ત્યાં જ પ્રાણ છોડી દીધા.
સુમેરૂપ્રભ હાથી મરીને વિધ્યગિરિના જંગલોમાં લાલ રંગના ચાર દાંતવાળો એક વિશાળકાય હાથી બન્યો છે ત્યાં એનું નામ હતું મેરૂપ્રભ. હાથીને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. અને દાવાનળનું ભયાનક દશ્ય એની
સ્મૃતિમાં અંક્તિ થયું. એણે નિશ્ચય ર્યો કે આ રીતે જંગલની આગથી બચવા માટે મારે કોઈ ઉપાય કરી મારા જ છે સમસ્ત હસ્તિ પરિવારની સુરક્ષા માટે બંદોબસ્ત કરવો જોઈએ.
દાવાનળ શાંત થતા એણે બધા હાથી અને હાથણીઓ સાથે મળી એક યોજનનું (લગભગ ૮ કિલોમીટર) ૬ એક મંડલ બનાવ્યું જેમાંથી ઘાસફૂસ વૃક્ષ લાકડા આદિ ઉખાડી ઉખાડીને ભૂમિને સાફ અને સમતલ બનાવી $ દીધી. એક યોજન સુધી તે મંડલમાં ક્યાંય પણ ઘાસફૂસનું એક તણખલું પણ જોવા મળતું ન હતું. # એક વાર ગ્રીષ્મઋતુમાં ફરી વિંધ્યગિરિનાં જંગલોમાં ભીષણ આગ લાગી. ત્યારે જંગલના બધા પશુ# પ્રાણી ભાગી-ભાગીને એ મંડલમાં આવી ખચાખચ ભરાઈ ગયા. એક યોજનના એ મંડલમાં હજારો હાથી
હાથણીઓ સિવાય વાઘ-સિંહ, ચિત્તા, વરૂ, હરણ, સસલા આદિ હજારો જીવોએ આવી ત્યાં આશરો લીધો કે ૬ અને દાવાનળથી પોતાની રક્ષા કરવા લાગ્યા.
8F FFFFF555 55 5 5F 5FFFFFFFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 5 6
乐乐事乐乐听听听听中%5F听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听在
$55555555555555555555555步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步中
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org