________________
७८४
પૂજાસંગ્રહ સાથે
અસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની–સદ્ગુરુમુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એજ છે. આજ કારણે બુદ્ધિના આઠ ગુણેમાં શુશ્રષા ગુણને વધુ વજન આપવામાં આવ્યું છે.
શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ ગુણે ભળે તે જ શ્રદ્ધાની થિરતા અને દઢતા રહે છે. પરંતુ એકલી બુદ્ધિ કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગણતા સમજવી.
જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમતિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રો મેજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએ–શ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને એગ્ય બની શકાય.
માનવું અને પાળવું –એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાદિક ભાવના અને પાળવું એટલે અખ લિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે ! જ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org