________________
પ૩૮
પૂજાસંગ્રહ સાથે નવમ દુજા સુધી, પુરુષ પ્રિયા બંધી,
હવે સત્તાથી છેદાય રે; મ૦ નર નપુંસક નારી, નવમેથી હારી,
પર્ ત્રણ ચેથાને ભાય રે મ ૬ નરિથી નપું જોડી, સાગર કડકેડી,
દશ પંદર વીશ કહાય રે; ભo વેદે નડ્યો જડ્યો, સંસારી ઘડ્યો,
નિવેદી ચડ્યો નહીં છાંય રે. મ૦ ૭ અબ તું સ્વામી મળે, નરભવ જ ફળે,
નૈવેદ્યપૂજા ફળદાય રે; મo શ્રી શુભવીર હરે, રહો આનંદ પૂરે,
- ભવેવેદન વિસરી જાય રે. મ૦ ૮ પુરુષવેદ નવમા ગુણઠાણુ સુધી, સ્ત્રીવેદ બીજા ગુણઠાણું સુધી બંધાય છે. હવે સત્તામાંથી (ક્ષપકશ્રેણીની અપેક્ષાએ) પુરુષવેદ નવમા ગુણઠાણુના છઠ્ઠા ભાગે, નપુ સકવેદ નવમા ગુણઠાણના ત્રીજા ભાગે અને સ્ત્રીવેદ નવમા ગુણઠાણના ચોથે ભાગે જાય છે. ૬.
પુરુષવેદ સ્ત્રીવેદ અને નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે દશ, પંદર અને વીશ કેડાકોડી સાગરોપમની છે, આવા પ્રકારના વેદથી નડેલે-જડેલે હું સંસારીપણે ઘડાયો પણ મને નિવેદી પરમાત્માની શીતળ છાયા આજ સુધી મળી નથી. ૭ - હે સ્વામી! તમે હવે મળ્યા, મારે મનુષ્યભવ સફળ થયે અને નૈવેદ્યપૂજા મને ફળદાયક થઈ. શ્રી શુભવીર પરમાભાના સાંનિધ્યમાં આનંદથી ભરપૂર રહો. જેથી સંસારની બધીય વેદના ભૂલી જવાય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org