________________
પૂજાસંગ્રહ સાથે તસ લધુબંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલા; પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાયે રે. મ. ૧૧ પહેલો ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાય; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણહર્ષ સવાયો રે. મ. ૧૨
કવિત સુતજ્ઞાન અનુભવતાન મંદિર, અજાવત ઘંટા કરી, તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ ૨ાજતે જગ ગાજતે દિન અખયતૃતીયા આજ થે; શુભવીર વિક્રમ વેદમુનિ વસુ ચંદ્ર(૧૮૭૪)વર્ષ વિરાતેજ,
(આ કળશ દરરોજ એકેક કર્મની આઠ-આઠ પૂજા ભણાવીને પ્રાંત કહેવાનું છે.)
તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર (અમદાવાદ)માં મિથ્યાત્વના પૂંજને બાળી નાખે એવા પંડિત વીરવિજ્ય કવિની આ રચના સકળ સંઘને સુખ આપનાર છે. ૧૧
આ રચના થયા પછી રાજનગરમાં સર્વ સંઘ સમુદાયે મળીને જેમ નંદીશ્વરદ્વીપમાં દેવતાઓ ઉત્સવ કરે છે તેમ પહેલે ઉત્સવ સવાયા હર્ષથી કર્યો. ૧૨
શ્રુતજ્ઞાનના અનુભવરૂપ શ્રેષ્ઠ મંદિરમાં ઉર્દૂષણરૂપ ઘંટ બજાવવાથી–વગાડવાથી મોહને પૂંજ મૂળમાંથી બળી ગયે. મોહ નાશ પામવાથી બાકીના સાતકર્મ રૂપ સાત ઠીંકરી ભાંગી ગઈ. આજે વિક્રમ સંવત ૧૮૭૪ વૈશાક સુદ ૩ અક્ષયતૃતીયાના દિવસે શુભવીર-વીરપરમાત્માના સેવકે અમે અત્યંત રાજી થયા અને જગત્માં ગાજી રહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org