________________
સ્નાત્ર-પૂજા સાથે
ઢાળ-એકવીશાની જિન જમ્યાછ જિણ વેળા જનની ઘરે,
તિણ વેળાજી ઈદ્ર સિંહાસન રિહરે, દાહિણેત્તરજી જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી હમ ઇશાન બિહું તદા. ૧
ત્રોટકછંદ તદા ચિંતે ઇંદ્ર મનમાં કણ અવસર એ બન્યો? જિનજન્મ અવધિનાણે જાણ હર્ષ આનંદ ઉપન્યા; સુઘોષ આજે ઘંટનાદે ઘષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે આવજે સુરગિરિવરે. ૧
( અહીં ઘંટ વગાડ )
માતાના ઘરમાં જે વખતે જિનેશ્વરને જન્મ થાય છે તે વખતે ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. દક્ષિણ દિશામાં પ્રભુને જન્મ થાય તે સૌધર્મ ઈંદ્રનું અને ઉત્તર દિશામાં જન્મ થાય તે ઈશાનંદ્રનું આસન કંપાયમાન થાય છે. ૧
તે વખતે ઇદ્ર મનમાં વિચારે છે કે ક્યા કારણે મારું સિંહાસન કંપ્યું? અવધિજ્ઞાનથી જિનેશ્વરને જન્મ જાણી ઘણે હર્ષ પામે છે. હરિબૈગમેલી દેવ પાસે સુષા આદિ ઘંટાના નાદથી દેવમાં ઉદ્દઘાષણ કરાવે છે, કે- “સર્વ દેવ-દેવીઓ પ્રભુને જન્મમહોત્સવ કરવા મેરુપર્વત પર આવજે.” ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org