________________
વીશસ્થાનકપદની પૂજા–સાથે
૨૫૭.
વિહરમાન વીશ જંગમ તીરથ, બે કેડી કેવળી સાથ રે; વિચરતા દુ:ખ દેહગ ટાળે, જંગમ તીરથ નાથ રે.
શ્રી તીરશ્યપદo ૪ સંઘ ચતુર્વિધ જંગમ તીરથ, શાસનને શાભાવે રે; અડતાલીશ ગુણે ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે રે,
-
શ્રી તીસ્થપદ૦ ૫ તીરથપદ ધ્યાવા ગુણ ગાવે, પંચરંગી રણ મેલાવો રે; થાળ ભરી ભરી તીર્થ વધા, ગુણ અનંત દિલ લાવો રે.
શ્રી તીરથેપદo ૬ મેરુપ્રભ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે; વિજયસૌભાગ્યલમીસૂરિ સંપદ, પરમ મહદય પાવે રે,
શ્રી તીરથપદ૦ ૭. વીશ વિહરમાન તીર્થ કરે જંગમ તીર્થ છે. તે જગમ તીર્થના નાથ બે કોડી કેવળી સાથે વિચરતા થકા અનેક પ્રકારનાં દુઃખ અને દૌભગ્યને ટાળે છે. ૪
ચતુર્વિધ સંઘ પણ જંગમ તીર્થ કહેવાય છે. તે શાસનને શેભાવનાર છે અને તે ૪૮ ગુણે કરીને ગુણવંત છે. તેને તીર્થ પતિ પણ ભાવે (નો તિથિ કહીને) નમસ્કાર કરે છે. ૫
હે ભવ્યાત્માઓ! તમે તીર્થ પદનું ધ્યાન કરો. તેના ગુણે ગાઓ. પંચરંગી રત્ન મેળવી થાળ ભરી એ તીર્થને વધારે તેમ જ તેના અનંત ગુણેને દિલમાં લાવે. ૬
એ તીર્થ પદના પ્રભાવે મેરુપ્રભરાજા તીર્થકર થયેલ છે. વિજયવંત સૌભાગ્યલક્ષમી અને પૂજ્ય એવી સંપદા તેમ જ પરમમહદય-મે ક્ષને પામેલા છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org