________________
પંચકલ્યાણક પૂજા સાથે
કાઉસગ્ગ મુદ્રા પ્રભુ ઠા, વન હાથી તિહાં એક આવે; જળ શું ભરી હુવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે.
મનમાહન૦ ૨ કલિક તીર્થ તિહ થા, હાથી ગતિ દેવની પાવે; વળી કૌસંભવન આણુદે, ઘણે વિનય ધરી વદે રે.
મનમોહન ૩ ત્રણ દિન ફેણું છત્ર ધરાવે, અહિ છત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર ! કે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે.
મનમોહન૪ કુંડ નામે સરોવરને કાંઠે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જે સરવર કમળ અને નિર્મળ પાણીથી ભરેલું હતું. આવા મનમેહન પ્રભુને સુંદર મેળાપ જેને થાય છે, તે લોકોને, નગરને અને તે સમયને પણ ધન્ય છે. ૧
જ્યાં પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી વનમાંથી આવ્યું. પ્રભુને જોઈ નિર્મળ પાણી વડે શુંઢ ભરી પ્રભુને હુવરાળ્યા અને પછી પ્રભુના શરીરે કમળો ચડાવ્યા. ૨
ત્યાં કળિકુંડ( કવિ-કરી એટલે હાથી અને કુંડના સંગ રૂ૫) નામનું તીર્થ થયું હાથી મરણ પામી દેવની ગતિ પામ્યું. જ્યાંથી પ્રભુ વિહાર કરી કૌટુંભ નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણે પ્રભુ પાસે આવ્યા અને વિનયપૂર્વક વંદના કરી. ૩
પછી ત્રણ દિવસ પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિછના નામે નગરી વસાવી. પછી વપસેના ઘરની–આશ્રમની પાછળ ચાલતાં એક વડના નીચે પ્રભુ રાત્રિના રહા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org