________________
गृहप्रकरणम् ( ૬૨ ) પાંચ પાંચ ભાગ આવે. ચોસઠ પદમાં વાસ્તુપુરુષની કલ્પના કરવી, પછી તે વાસ્તુપુરુષની સંધી ભાગમાં બુદ્ધિમાન પુરુષે ભીંત તુલા (પાટડા) કે સ્તંભ મુકવાં નહિ. દિ. વસુનંદિકૃત પ્રતિષ્ઠાસારમાં ૮૧ પદનો વાસ્તુચક બતાવે છે “विधाय मसृणं क्षेत्रं वास्तुपूजां विधापयत् ॥ रेखाभिस्तिर्यगूध्वान्निर्वजाग्राभिः सुमण्डलम् । चूर्णेन पञ्चवर्णेन सैकाशीतिपदं लिखेत् ॥ तेष्वष्टदलपद्मानि लिखित्वा मध्यकोष्ठके । अनादिसिद्धमन्त्रेण पूजयेत् परमेष्ठिनः तद्बहिःस्थाष्टकोष्ठेषु जयाद्या देवता यजेत् । ततः षोडशपत्रेषु विद्यादेवीश्च संयजेत् ॥ चतुर्विंशतिकोष्ठेषु यजेच्छासनदेवताः । द्वात्रिंशत्कोष्ठपद्मेषु देवेन्द्रान क्रमशो यजेत् ॥ स्वमन्त्रोच्चारणं कृत्वा गन्धपुष्पाक्षतं वरम् । दीपधूपफलार्घाणि दत्वा गन्धपुष्पाक्षतं वरम् । दीपधूपफलार्धाणि दत्वा सम्यक् समर्चयेत् ॥
11
लोकपालांञ्च यक्षाञ्च समभ्यर्च्य यथाविधिः । जिनबिम्बाभिषेकं च तथाष्टविधमर्चनम् ॥"
પ્રથમ ભૂમિને શુદ્ધ કરીને પછી વાસ્તુપૂજા કરવી. અગ્રભાગમાં વાકૃતિવાળી ઊભી અને આડી દશ દશ રેખાઓ ખેંચવી. તેની ઉપર પાંચ વર્ણના ચૂર્ણથી એક્યાસી પદવાળું સુન્દર’મંડલ કરવું, મંડળની મધ્યના નવકોઠાઓમાં આઠ પાંખડીવાળું કમલ બનાવવું. તે કમળની મધ્યમાં પરમેષ્ઠી અરિહંત દેવને નમસ્કારમંત્ર પૂર્વક સ્થાપીને પૂજા કરવી, કમળની ચારે દિશાની ચારે પાંખડીઓમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને તથા કોણાવાળી ચાર પાંખડીઓમાં જયા, વિજયા, જયંતા અને અપરાજીતા એ ચાર દેવીઓને સ્થાપીને પૂજા કરવી. કમળની ઉપર સોળ કોઠાઓમાં સોળ વિદ્યાદેવીઓને સ્થાપન કરીને પૂવી. તેની ઉપર ચોવીસ કોઠાઓમાં શાસન દેવતાઓને સ્થાપીને પૂજવાં અને તેની ઉપર બત્રીશ કોઠાઓમાં * ઈંદ્રોને અનુક્રમે સ્થાપીને પૂજવાં. દરેક દેવોને મંત્રાક્ષર પૂર્વક ગંધ, પુષ્પ, અક્ષત, દીપક, ધૂપ, ફુલ અને નૈવેદ્ય આદિ ચઢાવીને પૂજવા તેમજ દશ દિક્પાલ અને ચોવીસ પક્ષોની પણ પૂજા કરવી. જીન બિંબની ઉપર અભિષેકપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી.
Jain Education International
-
* દિગંબરાચાર્ય કૂત પ્રતિષ્ઠા પાોમાં આઠ અંતર અને આઠ યાણબંદરના બન્નીશ ઈંદ્રોને છોડીને બાકીનાં બન્નીશ ઈંન્દ્રોની પૂજા કરવાનો અધિકાર કહેલ છે
For Private & Personal Use Only
www.jainelibrary.org