________________
( ૪૬ )
वास्तुसारे જે દ્વિશાળ ઘરની આગળ ત્રણ અલિંદ હોય, તથા ડાબી અને જમણી તરફ એક એક શાળા ખંભ સહિત હોય તો સૂર્ય ઘર કહેવાય તેવા
वयणे य चउ अलिंदा उभय दिसे इक्कु-इक्कु ओवरयो ।
नामेण वासवं तं जुगअंतं जाव वसइ धुवं ॥९८|| જે દ્વિશાળ ઘરની આગળ ચાર અલિંદ હોય તથા ડાબી અને જમણી તરફ એક એક શાળા હોય તે વાસવ' નામનું ઘર કહેવાય. આવા ઘરમાં યુગાંત સુધી સ્થિરતા થાય ૯૮
मुहि ति अलिंद दु पच्छइ दाहिण वामे अ हवइ इक्किक्कं ।
तं गिहनामं वीयं हितच्छियं चउसु वण्णाणं ॥१९॥ જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને પાછળ બે અલિંદ તથા જમણી અને ડાબી તરફ એક એક અલિંદ હોય તે વીર્ય નામનું ઘર કહેવાય. આ ચારે વર્ણોને હિતકારક છે હા
दो पच्छइ दो पुरओ अलिंद तह दाहिणे हवइ इक्को ।
कालक्खं तं गेहं अकालिदंडं कुणइ नूणं ॥१००|| જે બે શાળાવાળા ઘરની પાછળ બે, આગળ બે અને જમણી તરફ એક અલિંદ હોય તે કાલ નામનું ઘર કહેવાય. આ ઘર દુર્ભિત આદિ દંડ નિશ્ચય કરવાવાળું છે ૧૦૦
अलिंद तिन्नि वयणे जुअलं जुअलं च वामदाहिणए ।
एगं पिट्ठि दिसाए बुद्धी संबुद्धिवड्ढणयं ।१०।। જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ, તથા ડાબી અને જમણી તરફ બે બે અલિંદ, અને પાછળ એક અલિંદ હોય, તે બુદ્ધિ નામનું ઘર કહેવાય. આ ઘર બુદ્ધિને વધારવાવાળું છે ૧૦ના
दु अलिंद चउ दिसेहिं सुव्वयनामं च सव्वसिद्धिकरं ।
पुरओ तिन्नि अलिंदा ति दिसि दुगं तं च पासायं ।।१०।। જે બે શાળાવાળા ઘરની ચારો તરફ બે બે અલિંદ હોય તે સુવ્રત નામનું ઘર કહેવાય. આ ઘર સર્વ પ્રકારની સિદ્ધિ કરવાવાળું છે. જે બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને બાકીની ત્રણે દિશામાં બે બે અલિંદ હોય, ને ઘરનું નામ 'પ્રાસાદ કહેવાય ૧૦૨ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org