________________
( ૪૪ )
वास्तु
ति अलिंदमुहस्सग्गे मंडवयं सेसं विलासुव्व । तं गेहं च महंतं कुणइ महिड्ढं वसंताणं IIII
વિલાસ ઘરનાં મુખ આગળ ત્રણ અલિંદ મંડપ સહિત હોય તે ધર મહત્ત કહેવાય. આ ઘર મહાઋદ્ધિવાળું અને સંતાનની વૃદ્ધિ કરવાવાળું છે. આ ઘરનું મુખ જો પૂર્વ દિશામાં હોય તો મહિત’, દક્ષિણમાં હોય તો દુ:ખ' અને પશ્ચિમમાં હોય તો 'કુલછેદ' ધર કહેવાય ।।૨।।
मुहि ति अलिंद समंडव जालिय ति दिसेहि दुदु य गुंजारी । मज्झि वलयगयभित्ती जालिय य पयाववद्धणयं ||९३||
બે શાળાવાળા ઘરની મુખ આગળ ત્રણ અલિંદ અને જાળીવાળા મંડપ હોય, તથા ત્રણે દિશામાં બે બે ગુંજારી (અલિંદ) હોય, અને મધ્ય વલયની ભીંતમાં જાળી હોય, તેવાં ઘરનું દ્વાર ઉત્તર દિશામાં હોય તો ‘પ્રતાપવર્લ્ડન' ધર કહેવાય. આ ધરનું દ્વાર પૂર્વ દિશામાં હોય તો દિવ્ય', દક્ષિણમાં હોય તો બહુદુ:ખ' અને પશ્ચિમમાં હોય તો કંઠછેદન' ઘર કહેવાય ॥૩૩॥
पयावद्धणे जइ थंभय ता हवइ जंगमं सुजसं ! इअ सोलसगेहाइं सव्वाई उत्तरमुहाई ॥९४॥
પ્રતાપવર્લ્ડન ઘરમાં જો ષડ્ડારૂ હોય તો તે જંગમ' નામનું ઘર કહેવાય. આ ઘર યશ કીર્તિ કરવાવાળું છે. આ ઘરનું મુખ પૂર્વદિશામાં હોય તો સિંહનાદ', દક્ષિણમાં હોય તો હસ્તિ અને પશ્ચિમમાં હોય તો 'કંટક' ઘર કહેવાય. આ પ્રમાણે શાંતનાદિ સોળ ઘર ઉત્તર મુખવાળા છે ।।૪।।
एयाइं चिय पुव्वा दाहिण पच्छिममुहेण बारेण । नामंतरेण अन्नाई तिन्नि मिलियाणि चउसट्ठी ॥९५॥
ઉપર જો શાન્તનાદિ સોળ પ્રકારનાં ઘર કહ્યાં, તે પ્રત્યેકને પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દ્વારવાળા કરવાથી ત્રણ ત્રણ ભેદ વધારે થાય છે, તે પ્રમાણ એ બધાંનાં ચાર ચાર ભેદ થાય તે એકઠા કરવાથી કુલ ચોસઠ ઘર થાય છે ।।૯૫) दिशाना भेदवडे द्वारने स्पष्ट कहे छे
संतणमुत्तरवारं तं चिय पुव्वुमुहु संतदं भणियं । जम्ममुह वड्ढमाणं अवरमुहं कुक्कुडं तन्नेसु ॥ ९६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org