________________
( ૪ર )
वास्तुसारे બે શાળાવાળા ઘરની આગળ ત્રણ અલિંદ અને બાકીની ત્રણે દિશામાં એક એક અલિંદ હોય, તથા સ્તંભ પાટડા સહિત હોય તેવાં ઘરનું દ્વાર જો ઉત્તર દિશામાં હોય તો તે શ્રીધર નામનું ઘર કહેવાય. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો સર્વકામાં દક્ષિણમાં હોય તો પુષ્ટિદ અને પશ્ચિમમાં હોય તો કીર્તિવિનાશ ઘર કહેવાય ૫૮૭
गुंजारि जुअल तिहुं दिसि अलिंदमुहे य थंपरिकालियं । मंडव जालिय सहिया सिरिसिंगारं तयं बिंति ॥८८॥ જે બે શાળાવાળા ઘરની ત્રણે દિશામાં બે બે અલિંદ અને આગળ પણ બે અલિદ સ્તંભયુકત હોય, તથા અલિંદ આગળ મંડપ બારીવાળા હોય, તેવાં ઘરનું મુખ પદિ ઉત્તર દિશામાં હોય તે શ્રીશંગાર નામનું ઘર કહેવાય. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો 'શ્રીનિવાસ દક્ષિણમાં હોય તો શ્રીશોભ અને પશ્ચિમમાં હોય તો કીર્તિશોભન ઘર કહેવાય ૫૮૮
तिन्नि अलिंदा पुरओ तस्सग्गे भद्दु सेस पुव्वुव्व ।
तं नाम जुग्गसीधर बहु मंगलरिद्धि आवासं ॥८९|| જે બે શાળાવાળા ઘરની આગળનાં ભાગમાં ત્રણ અલિંદ ભદ્રવાળા હોય, બાકી પૂર્વવત અર્થાત ત્રણે દિશામાં બે બે ગુંજારી સંભસહિત હયો તથા અલિંદ આગળ બારીવાળા મંડપ હોય, તેવાં ઘરનું દ્વાર જો ઉત્તર દિશામાં હોય છે તે ઘર યુગ્મશ્રીધરં કહેવાય, આ ઘર બહુ મંગલદાયક અને ઋદ્ધિઓનાં નિવાસવાળું છે. આ ઘરનું મુખ જો પૂર્વ દિશામાં હોય તો બહુલાભ દક્ષિણમાં હોય તો લક્ષ્મીનિવાસ અને પશ્ચિમ દિશામાં હોય તો કુપિત ઘર કહેવાય. દા
दु अलिंद मंडवं तह जालिय पिढेंग दाहिणं दु गई ।
भित्तिंतरि थंभजुआ उज्जोय नाम धणनिलयं ॥९०|| બે શાળાવાળા ઘરના મુખ આગળ બે અલિંદ અને જાળીવાળા મંડપ હોય, તથા પાછળ એક અને જમણી તરફ બે અલિંદ હોય, તથા સ્તંભ વાળી ભીંત હોય તેવાં ઘરનું દ્વાર ઉત્તર દિશામાં હોય તો તે ઉદ્યોત ઘર કહેવાય, આ ઘર ધનનાં
સ્થાનરૂપ છે. આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો બહુજ દક્ષિણ દિશામાં હોય તો સુતે અને પશ્ચિમ દિશામાં હોય તો કલહાવહ ઘર કહેવાય ૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org