________________
( ૪૦ )
वास्तुसारे બીજો એક અલિંદ હોય તો 'વિપુલ ઘર કહેવાય. કબૂર ઘરની આગળ એક બીજો અલિંદ હોય તો કરાલ નામનું ઘર કહેવાય.
શાન્ત ઘરની દક્ષિણ દિશામાં ખંભ વાળો એક અલિંદ હોય તો વિત્ત ઘર કહેવાય. હર્ષણ ઘરની દક્ષિણ દિશામાં સ્તંભવાળો એક અલિંદ હોય તો 'ચિત્ર ઘર કહેવાય. વિપુલ ઘરની દક્ષિણમાં ખંભયુકત એક અલિંદ હોય તો ધન નામનું ઘર કહેવાય કરાલઘરની દક્ષિણમાં સ્તંભયુકત અલિંદ હોય તો કાલદંડ ઘર કહેવાય ૫૮૩
वित्तगिहे वामदिसे जइ हवइ गुंजारि ताव बंधुदं ।
गुंजारि पिट्ठि दाहिण पुरओ दु अलिंद तं तिपुरं ॥८४|| વિત્ત ઘરની ડાબી બાજુ એક અલિંદ હોય તો બંધુદ ઘર કહેવાય. ચિત્ર ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો પુત્રદ ઘર કહેવાય. ધન ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો સર્વાગ ઘર કહેવાય. કાલદંડ ઘરની ડાબી બાજુ અલિંદ હોય તો કાલચકે ઘર કહેવાય
શાનન ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય તથા દ્વાર આગળ બે અલિંદ હોય તે "ત્રિપુરે ઘર કહેવાય. શાન્તિદ ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય, તથા આગળ બે અલિંદ હોય તે સુંદર ઘર કહેવાય. વર્તુમાન ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય, તથા દ્વાર આગળ બે અલિંદ હોય તે નીલ ઘર કહેવાય. કુકટ ઘરની પાછળ અને જમણી તરફ એક એક અલિંદ હોય તથા આગળ બે અલિંદ હોય તે કુટિલ ઘર કહેવાય ૫૮૪
पिट्ठी दाहिणवामे इगेग गुंजारि पुरउ दु अलिंदा ।
तं सासयं आवासं सव्वाण जणाण संतिकरं ॥८५।। બે શાળાવાળા ઘરની પાછળ જમણી અને ડાબી તરફ એક એક અલિંદ હોય, તથા આગળ બે અલિંદ હોય, તેવા ઘરનું દ્વાર જો ઉત્તરમાં હોય તો તે શાશ્વત ઘર કહેવાય, તે સર્વ મનુષ્યો ને શાંતિ કરવાવાળું છે, આ ઘરનું દ્વાર જો પૂર્વ દિશામાં હોય તો શાસ્ત્ર, દક્ષિણમાં હોય તો શીલ અને પશ્ચિમમાં હોય તો "કોટરે ઘર કહેવાય ૮પા
दाहिणवाम इगेगं अलिंद जुअलस्स मंडवं पुरओ । उवरयमज्झे थंभो तस्स य नामं हवइ सोमं ॥८६||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org