________________
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
પ્રસ્તાવના
અસર
કટકા
મકાન, મંદિર અને મૂર્તિ આદિ કેવીરીતે સુંદર કળામય અને નિર્દોષ બનાવી શકાય, કે જેને જોઈને મન આનંદિત થાય, તે મકાનમાં રહેનારને કેવા સુખ દુઃખનો અનુભવ કરવો પડે ? કેવા પ્રકારની મૂર્તિ હોય કે જેથી પુણ્ય પાપોનું ફલ મેળવી શકાય ? ઇત્યાદિ જાણવાની અભિલાષા ઘણું કરીને મનુષ્યોને થયા કરે છે. તે જાણવા માટે પ્રાચીન આચાર્યો એ અનેક પ્રકારના શિલ્પ ગ્રંથોની રચના કરી આપણા ઉપર મહાન ઉપકાર કરેલો છે. પરંતુ તેવાં ગ્રંથોની સુલભતા ન હોવાથી, આજકાલ તેનો અભ્યાસ ઘણો ઓછો થઈ ગયો છે જેથી પ્રાચીન શિલ્પકળા પ્રતિદિનદ્દાસ થતી જાય છે. પ્રાચીન સમયમાં શિલ્પ શાસ્ત્રના જ્ઞાન પૂર્વક જે ઈમારતો બનેલી જોવામાં આવે છે, તે સુંદર કળામયની સાથે એટલી તો મજબુત છે કે સેંકડો વર્ષ થયા છતાં પણ આજ વિદ્યમાન છે, કે જેને જોવાને માટે હજારો કિલોમીટરથી લોકો આવે છે અને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે કે પ્રાચીન સમયમાં યંત્રોના સાધન વિના કેવી રીતે કાર્ય કર્યું હશે. આવી શિલ્પ કળાનો નાશ થવાનું કારણ જણાય છે. કે પ્રાચીન સમયમાં મુસલમાનોના રાજ્યમાં જબરદસ્તીથી હિન્દુધર્મથી ભ્રષ્ટકરી મુસલમાન બનાવતા હતા અને સુંદર કળામય ઈમારતો અને મંદિરો જે લાખો રૂપિયા ખર્ચ કરીને બનાવેલ તેનો નાશ કરતા હતા તથા એવા સુંદર કલામય મંદિરો બનાવવા દેતા નહિ તેમજ તોડી નાંખવાના ભયથી ઓછા બનવા લાગ્યા, ઇત્યાદિ અત્યાયારોથી કારીગરલોકોને ઉત્તેજન કમ મળવાથી અન્ય ધંધામાં લાગી ગયા, જેથી શિલ્પ શાસ્ત્રનો અભ્યાસ કમ થતો ગયો, અને આ વિષયના ગ્રંથોજીર્ણ અવસ્થામાં પડી નાશ થતા ગયા તથા જે મુસલમાનોના હાથ માં આવ્યા તે અગ્નિને શરણ થયા, છતાં જે કંઈ ગુખરૂપે રહી ગયેલ તે તેના જાણકાર ન હોવાને લી અધિક પ્રકાશમાં આવી શક્યા નહિ અસ્તુ.
પ્રસ્તુત ગ્રંથ દીલ્હી પાસે કરનાલ નામનું ગામ છે, ત્યાં ઉત્તમ ધધકુલમાં ઉત્પન્ન થનાર જૈન ધર્માનુરાગી કાલિક નામના શેઠ રહેતા હતા, તેમના સુપુત્ર ઠકકુર ચંદ્ર નામના શેઠ થયા, તેમના વિદ્રાન સુપુત્ર ઠકકુર ફેરું' થયા, તેમણે વિક્રમ સંવત ૧૩૭ર ની સાલમાં અલાઉદ્દીન બાદશાહના સમયમાં દીલ્હી શહેરમાં રહી આ ગ્રંથની રચના કરી છે, તેમ પોતે આ ગ્રંથની અને રત્નપરીક્ષા પ્રકરણની અંતમાં જણાવે છે.
આ ગ્રંથની હિંદી અને ગુજરાતી અનુવાદની આવૃત્તિઓ પ્રગટ થયેલ. જે વર્તમાનમાં ઉપલબ્ધ ન હોવાથી આનું પુનર્મુદ્રણ કરવા અમે સૌભાગ્યશાલી થયા છીએ જે અમારા માટે પ્રસન્નતાનો વિષય છે.
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org