________________
सोलविद्यादेवीओनुं स्वरूप
( ૨૬૧ )
સોળમી 'મહામાનસી' નામની વિદ્યાદેવી છે, તે સફેદ વર્ણવાળી, સિંહની સવારી કરનારી અને ચાર ભુજાવાળી છે. તે જમણા હાથમાં વરદાન અને તરવારને તથા ડાબા હાથમાં કુંડિકા અને ઢાલને ધારણ કરે છે.
“આચારદિનકરમાં મગરની સવારી કરનારી, તથા તરવાર અને વરદાન યુક્ત બે હાથવાળી માની છે. મં૦ ક૦ માં રિણની સવારી લખી છે.
जया आदि चार महाप्रतिहारी देवीओनुं स्वरूप-द्वितीयवप्रद्वारेषु प्राक्क्रमेण चतुर्ष्वपि । सर्वा अप्यभयपाशांकुशमुद्गरपाणयः देव्यो जया च विजया चाजिता चापराजिता । तस्थुश्चन्द्राश्मशोणाश्म-स्वर्णनीलत्विषः क्रमात् IIII
||१||
ત્રિશ૰ ચ૰ પુ૰ પર્વ ૧ સર્ગ ૩
સમવસરણના બીજા ગઢના પૂર્વ આદિ ચારે દિશાના દરવાજાની પ્રતિહારી જયા વિશ્વા અજિતા (જયંતા) અને અપરાજિતા એ ચાર દેવીઓ છે. તે ચાર ભુજાવાળી છે, તે હાથમાં અભય, પાશ, અંકુશ અને મુદ્ગરને ધારણ કરીને રહે છે. તેમાં જયા દેવી સફેદ વર્ણવાળી, વિજ્યા દેવી લાલવર્ણવાળી, અજિતાદેવી સુવર્ણવર્ણવાળી અને અપરાજિતાદેવી નીલવર્ણ (આકાશવર્ણ) વાળી છે.
निर्वाणकलिकाना मते सरस्वती देवीनं स्वस्प
चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां
સરસ્વતી દેવી સફેદ વર્ણવાળી, હંસની સવારી કરનારી અને ચાર x ભુજાવાળી છે. તેના જમણા હાથમાં વરદાન અને કમળ છે, તથા ડાબા હાથમાં પુસ્તક અને માળા છે.
श्रुतदेवतां शुक्लवर्णां शुक्लवर्णां हंसवाहनां पुस्तकाक्षमालान्वितवामकरां चेति ।
X -
આચારદિનકરમાં અને સરસ્વતીસ્તોત્રમાં જમણા હાથમાં માળા અને કમળને તથા ડાબા હાથમાં વીણા અને પુસ્તકને ધારણ કરનારી માની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org