________________
પત્રસુધા
૭૭૧ આત્મજ્ઞાન થાય છે, નરકમાં પણ થાય છે અને હેર-પશુના ભાવમાં પણ આત્મપ્રાપ્તિ હેય છે. મનુષ્યભવનું આયુષ્ય પૂરું થતાં આ ભવના સંસ્કાર લઈને તે પરભવમાં જાય છે અને ત્યાં તેને આત્મજ્ઞાન પણ પ્રગટી શકે છે, તે આ ભવ કેમ કલ્પના નથી? તમને આ ભવમાં જે કંઈ મળ્યું છે તે આ જ ભવને પુરુષાર્થ લાગે છે? શ્રીમને ઘણાં પુસ્તકનું જ્ઞાન હતું, તે કંઈ આ ભવમાં તેમણે અભ્યાસ કર્યો નહોતે. એક વખત વાંચતાં તેમને મુખપાઠ થઈ જતું તેનું કારણ શું? પહેલાં સ્મરણને પુરુષાર્થ કરે તેનું તે ફળ છે.
૯૮૨
ડુમસ, તા. ૪-૫–૫૩ પૂ...ને યરફેન(earphone) ન ચાલતું હોય તે ઘેર ભક્તિ કરે તે હરકત નથી, પણ પ્રમાદ કર્તવ્ય નથી એમ જણાવશે. ગમે ત્યાં નિત્યક્રમ નિયમસર કર્તવ્ય છે. બાકીના બચત વખતમાં વૈરાગ્ય ઉપશમ વધે તેવું વાંચન આત્માર્થે કર્તવ્ય છે. “કામ એક આત્માર્થનું, બીજે નહીં મનરેગ” – આ લક્ષ રાખી વર્તન રાખવું ઘટે છેછે. જેનું ફળ આત્મશાંતિ પ્રત્યે ન હોય તે પુરુષાર્થ પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણે છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૮૩
અગાસ, જિ. વૈશાખ સુદ ૬ જેમ જેમ પુસ્તક વાંચતા જશે અને શાંતભાવ વધતું જશે તેમ તેમ થતી શંકાઓ આપોઆપ શમાતી જશે. શાબ્દિક ખુલાસા કરતાં વૈરાગ્ય-ઉપશમમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તવા ભલામણ છે. પત્ર લખવાની વૃત્તિ હાલ મંદ વર્તતી હેવાથી લખવાનું કે રેગ્યતા વધતાં જીવની નિમળતાએ સપુરુષે જણાવેલ સદ્ભુત પરિણમી થવા યોગ્ય છે. નિયમ તમે ધાર્યા છે તે રૂડા છે.
૯૮૪
ડુમસ, તા. ૨૮-૫–૫૩ તત સત
બી. વૈશાખ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૯ दुक्खखओ, कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ। संपज्जउ मह एअं, तुह नाह पणाम करणेणं ॥
सर्व मंगल मांगल्यं, सर्व कल्याण कारणं ।
प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनं ॥ આપને પત્ર આજે પ્રાપ્ત થયું છે. તમે જણાવેલા તેમાંના ભાવેની વારંવાર વિચારણા કર્તવ્ય છેછે. અનુકૂળતા અને વખત હેય તે “સમાધિ પાનમાંથી સમાધિમરણ પ્રકરણને ઉપદેશ તથા મૃત્યુમeત્સવ એક વખત વાંચી કે સાંભળી જવા વિનંતી છે.જી. તેટલે વખત ન જણાય કે સંભળાવનારની જોગવાઈ કે વાંચવાની શક્તિ ન હોય તે માત્ર પત્રાંક ૮૪૩ “શ્રીમદ્ વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્યચિંતામણિ” આદિ શબ્દોથી શરૂ થતે પત્ર મુખપાઠ હોય તે વિચારશે કે કોઈ આવી ચઢે તે સાંભળવાને લક્ષ રાખશે. તેમાં સર્વ શાસ્ત્રને સાર છે, સાચું શરણુ અને કરવા યોગ્ય સમજણ (દેહાદિ સંબંધી હર્ષ વિષાદ દૂર કરવાની) તથા અસંગ અવિનાશી આત્મામાં વૃત્તિ પરમ પુરુષના શરણે દઢ કરવાને ઉત્તમ ઉપદેશ છે. વેદનાદિ કારણે વૃત્તિ મંદ પડે, ચલાયમાન થાય તે પરમપુરુષનાં અદ્ભુત