SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૭૫૩ मुक्तिगढ कायम ही करना, लही श्रीमद् सद्गुरु-सरना । सज्जन, सत्य मान कह्या मेरा, वैरी बीच वास भया तेरा ।। આપને વિચારવાને આ લખ્યું છે. આપ તે વિચારવાનું છે તેથી સમજે છે કે પુરુષાર્થ અને તેમાં સપુરુષાર્થ એ જ પરમાર્થ પ્રાપ્તિનું કારણ છે. તે કર્મના હઠીલા સ્વભાવથી નહીં કંટાળતાં “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.” તે વારંવાર હૃદયમાં રાખી કર્મને નિર્મૂળ કરવાં છે એ લક્ષ ચૂકવા ગ્ય નથી. ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભેગવતાં સમભાવ રહે મહા દુર્ઘટ છે, તૃષ્ણ વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભેગ પહેલાં, ભેગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય એ જ ખરે પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૩૯ અગાસ, તા. ૧૫-૭-પર તમે ‘ઉદાસીનતા વિષે પૂછ્યું તેને અર્થ પરમકૃપાળુદેવે સમતા કર્યો છે અને તે થવાનું કારણ સપુરુષની ભક્તિમાં લીન થવાને ઉપાય જણાવ્યું હોય એમ લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય ઉપશમદષ્ટિ થયે ભક્તિ પણ યથાર્થ થાય છે અને સમભાવ પ્રગટે છેજ. * શાંતિઃ અગાસ, તા. ૧૬-૭-૫૨ તત્ છે સત્ અષાડ વદ ૧૦, ૨૦૦૮ વિ. આપને પત્ર પ્રાપ્ત થયો છેજ. બીજે બેટી થશે અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણે તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જાયે છે તે પુરુષનાં શેડાં વચને પણ પ્રત્યક્ષ સપુરુષતુલ્ય જાણી ઉપાસવામાં આવે તે જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. માટે દર્શન કરવા જવું હોય તે જવું, પણ બીજે પરિચય રાખવા લાયક નથી. કારણકે તે શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી અભિપ્રાય આપે, પણ તેમણે તમારા જેટલું પણ શ્રીમદ્દનું સાહિત્ય વાંચ્યું ન હોય, કહેતાકહેતી વાત કરે તેમાં કંઈ માલ નથી. ત્યાં જઈ ચઢે અને વખતે બેસવું પડે તે વૈરાગ્ય જેવું સાંભળવાનું હોય તે તેમાં લક્ષ દે, નહીં તે રાજાની કથાઓ વગેરેમાં ખોટી થવા જેવું નથી. અને તે ઊઠી નીકળવું અને ન ઊઠી શકે તે મંત્રમાં મન રાખી તેટલે કાળ કાઢી લેવું અને ફરી તેવા પ્રસંગમાં ન અવાય તેમ કરવાથી અસત્સંગથી બચી શકાય. મધ્યસ્થતા, નિર્મોહીપણું, સમભાવ તેવા પ્રસંગમાં મળવા દુર્લભ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૭–૭-પર મનની ચંચળતા સંબંધી તમે લખ્યું તે બરાબર છે, પણ જેમ વૈરાગ્ય, ઇદ્રિયજય અને એકાંતસહ સદ્ભુતનું સેવન થશે તેમ તેમ સ્થિરતા મનની થવાયેગ્ય છે. “અલ્પ આહાર, અલપ વિહાર, અ૯૫ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે.”(૨૫) જણાવ્યા પ્રમાણે લક્ષ લેશોજી. » શાંતિઃ 48 ૪૧.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy