SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૯૧૦ અગાસ, તા. ૧૦-૯-૫૧ જીવના દોષ તે અન ત છે, પણ સત્સ`ગયેાગે પશ્ચાત્તાપથી સાચા મને જીવ છૂટવા ધારે તે છૂટી શકે છે. તમારું જીવન સુધારવાની ભાવના તમને જાગી છે તે જાણી. તેમાં કલ્યાણુ છે. ધર્માંના કામમાં ઢીલ કરવા ચેગ્ય નથી. દેહને, ભાગને અર્થે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે અને અનંતકાળથી રખડે છે, પરંતુ આટલેા ભવ આત્માર્થે ગાળવાને જેના દૃઢ નિશ્ચય થાય અને તે નિશ્ચયને આરાધે તે મહાભાગ્યશાળી ગણવા યાગ્ય છે. પતિતપાવન અધમેાદ્ધારણ ભગવાન કહેવાય છે તે સાચું છેજી. સ`સારથી કંટાળ્યા હાય તેવા અબુધ અને અશક્ત મનુષ્યા સત્પુરુષને આશ્રયે અનંત કાળનાં કર્મ ખપાવી શકે છે. એ ઘડીમાં ઘણાના મેાક્ષ થયા છે. તેવું શૂરવીરપણું ભક્તિમાર્ગીમાં ગ્રહણ કરનાર જયવંત થયા છે. ૐ શાંતિઃ ૯૧૧ મેાક્ષમાર્ગ દાતા નમું, રાજચંદ્ર ગુરુ સાર; શી સમ ઉંરે વસા, સદા પરમ આધાર. ૭૪૧ અગાસ, તા. ૧૧-૯-૫૧ સ્મરણ, ભક્તિ, સત્પ્રત આદિમાં વૃત્તિ રાખી શાંતિને પરિચય કરવા વિનંતી છેજી. વેદનાના વખતમાં દેહથી હું ભિન્ન છું, દેહમાં જે થાય છે તેને જોનાર છું, દેહના ધર્મ મારે મારા માનવા નથી, અનિત્ય પદાર્થમાં માઠુ થતા રોકવા છે, તે પ્રત્યે મારે મમત્વ રાખવું નથી, મારું કંઈ નથી, પરમાર્થ અર્થે આ મનુષ્યદેહ પ્રાપ્ત થયા છે તે દેહાથે ન વપરાએ, સદ્ગુરુશરણે આત્મહિતાર્થે વપરાએ આદિ ભાવના દૃઢ થઈ શકે છે. સદ્ગુરુકૃપાએ મંદ્ર વેદના હેાય ત્યારે તેવા ભાવેા ટકી શકે છે અને તીવ્ર ભાવના જેની તેવી રહેતી હોય તેને તેા તીવ્ર વેદના સાક્ષાત્કારનું કારણ બને છે. માટે તેવી ભાવના ભાવવાના પ્રસંગ રાજ અમુક વખત રાખવાનું અને તેમ કબ્ય છેજી. શાતાવેદનીમાં તેવી ભાવના ભાવી હોય તે અશાતા વખતે તે હાજર થાય છે. તેમ ન બન્યું હોય તેપણુ અશાતા વખતે જરૂર તેમ ક`વ્ય છેજી. ૯૧૨ અગાસ, તા. ૧૧-૯-૫૧ આપનો ક્ષમાપનાપત્ર મળ્યા છેજી. વૈરાગ્યની વૃદ્ધિ કરવી પણ કોઈ અવિચારી પગલું એકદમ ન લેવું. ‘પૂછતા નર પંડિતા’. બને તેટલી વડીલ, વિદ્વાન તથા માન્ય મુમુક્ષુની સલાહુ અનુસાર સન આદિમાં પ્રવર્તવું ઘટે છેજી. આજીવિકા જેટલું મળતું હોય તેા ટ્યુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશે! તે ચેાગ્યતા વધશે. ચેાગ્યતા વગર સ`સાર ત્યાગવાથી કઈ લાભ નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૩-૯-૫૧, રિવ ૨૧૩ “મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કેમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (૯૫૪) આપની તખિયત નરમ રહે છે તે જાણ્યું. શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુના વચનામાં સત્સંગની ભાવનાથી રોકવું હોય તે રોકાય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy