________________
બધામૃત
મૂળ સમાન મિથ્યાત્વની કચેરી તરફ તણું જાઉં છું? મારું કુળ કેણ? મારે કેમ વર્તવું યોગ્ય છે? હવે આ સ્થિતિમાંથી કેમ છુટાય? વગેરે વિચારે દ્વારા તે પિતાની સ્થિતિનું, પિતાના નિજઘરનું ઓળખાણ કરી પરવસ્તુથી અણગમો રાખી, નછૂટકે પરકથા અને પરવૃત્તિમાં ચિત્ત દે છે, નહીં તે તેને ભાવ તે સદાય નિરંતર ઘેર જવાને રહે છે, ઘરભેગો થવાને રહે છે તેમ મુમુક્ષુ જીવનું ચિત્ત મેક્ષના સાધનમાં અને મોક્ષની પ્રાપ્તિની શોધમાં જ સદાય લાગ્યું રહે છે. તે માર્ગદર્શકને શોધી તેણે કહેલે માર્ગે ચાલવા સદાય તે તત્પર હોય છે. તેમ આપણે પણ સદ્દગુરુ, તેનાં વચન અને તે વચનના આશય ઉપર પૂર્ણ પ્રેમ રાખી જેટલો પુરુષાર્થ પુરુષની આજ્ઞાએ આ મનુષ્યભવ સફળ કરવા માટે થાય તેટલે કર્તવ્ય છે.
તા. ક. – પૂ.... વગેરે ભાઈઓને આ પત્ર વંચાવશે અને મરણ માથે છે એમ જાણી સદ્ગુરુનાં આપેલાં સાધન-સ્મરણ ક્ષમાપનાદિ સત્સાધનમાં જેટલો વિશેષ કાળ જાય તેમ વર્તવા વિનંતી છેછે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭.
અગાસ, તા. ૨૫-૭-૩૦, શુક્ર જીવને નીચે ઢાળે ઢળવાનું બહુ ગમે છે. અનાદિકાળથી બાહ્ય પ્રવૃત્તિમાં જ – પાંચ ઇકિયેના વિષયમાં જ – રસ લેતે આવ્યા છે તે પડી મૂકી, પુરુષ દિને જય કરીને મનને સદ્ગુરુને શરણે રાખવા કહે છે તે કરવું મુશ્કેલ પડે છે. બળદને જેમ ચીલે કાપ આકરે પડે છે તેમ સ્વચ્છેદે જીવ પ્રવર્તી રહ્યો છે તેને સરુની આજ્ઞારૂપ નાથ અઘરી પડે છે, પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા અનાથી મુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદ્દગુરુનું શરણું અને બોધ શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડયાં હતાં અને તેવા પુરુષના યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે. એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. તેને વિચારપૂર્વક રોજ પાઠ થાય તે જીવને પોતાના દે દેખી તે દે ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮
અગણિ, ભાદરવા સુદ ૧૨, ૧૯૮૬ खमिअ-खमाविअ मई खमह, सव्वह जीव-निकाय। सिद्धह साख आलोयण, मुज्झह वइर न भाव ।। सव्वे जीवा कम्म-वस, चउदह राज भमंत ।
ते मे सव्व खमाविआ, मुज्झ वि तेह खमंत ॥ અત્રે પર્યુષણ પર્વની રૂડી રીતે આરાધના સદ્દગુરુકૃપાએ નિર્વિધ્રપણે પૂર્ણ થઈ છે. અત્રે સર્વે આશ્રમવાસી મુમુક્ષુ ભાઈ-બહેનેએ આપ સર્વેને સંવત્સરી ઉપર ખમી ખમાવી જયસદ્દગુરુવંદન જણાવ્યા છે. આવા લૌકિક વ્યવહારરૂપ મહાપર્વ કેટલાંય આવ્યાં અને ગયાં, પણ જીવ મેહનિદ્રામાંથી હજી જાગે નહીં તેનું શું કારણ? અને કેવા પ્રકારે આ