________________
પત્રસુધા
૭૧૫ ઉપાય નહીં ત્યાં વૃત્તિ પરમકૃપાળુદેવના ચરણમાં વાળવી ગ્ય જ છે. ગમે તેટલે ખેદ કરીએ, રાતદિવસ સંભાર સંભાર કરીએ તે પણ એમાં તેમનું કે આપણું કેઈનું હિત થાય તેમ નથી. માટે ખેદને પલટાવી ભક્તિ-વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છે. તમે તે સમજુ છે, તેમ છતાં છોકરાં વગેરે પ્રત્યે વૃત્તિ જતી હોય તેનું ફળ સંસાર સિવાય કંઈ નથી એમ વિચારી તેમને પત્ર લખાવે તે તેમને પણ ધીરજના બે બેલ લખાવશે. બનનાર તે ફરનાર નથી. જેમ થવાનું લખત હતું તેમ થયું. તે ટાળવા કોઈ સમર્થ નથી. શોક કરવાથી કર્મ બંધાય છે એમ જાણી, આપણું મરણને વિચાર કરી, જેટલું મનુષ્યભવમાં જીવવાનું હોય તે પ્રમાદ તજ ભક્તિભાવમાં ગાળવાની શિખામણ આ પ્રસંગ ઉપરથી ગ્રહણ કરી, ક્ષણે ક્ષણે મંત્રનું સ્મરણ, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ઉપકાર તથા તેમના સમાગમમાં જે વખત ગયે હેય તેને યાદ કરી, તેમણે કહ્યું હોય તે તાજું કરી, તેમનું કહેલું કરવા જ હવે તે જીવવું છે; ભલે દુઃખ ઉપર દુઃખ આવી પડે, પણ મારે તે જ્ઞાનીનું કહેલું ક્ષણ વાર પણ વીસરવું નથી એવું દઢ મન કરી પરમકૃપાળુદેવનાં વચને વાંચી શકાય તે વાંચ્યા કરવાં, ન વંચાય તે મેઢે કરેલું બધું ફેરવવું, વિચારવું અને પિતાના દેશે જોઈ દેશે કેમ દૂર થાય તેના ઉપાય શોધી દોષ ટાળવાના પુરુષાર્થમાં કાળ કાઢવા વિનંતી છે.
પરમકૃપાળુદેવ, પ. પૂ. પ્રભુશ્રીજી આદિ કોઈ મરી ગયા એમ માનવું એ અજ્ઞાન છે. અજર અમર એ આત્મા માનવા આપણને જ્ઞાનીઓ પિકારી પિકારીને કહે છે અને આપણે “મરી ગયા” કહીએ તે કેવું અણઘટતું છે? આત્માને દેહ બદલ પડ્યો, પણ આત્મા તે આત્મા જ છે, તે કદી મરે નહીં. હવે દેહની સગાઈ ભૂલી આત્મદષ્ટિ વારંવાર સંભારી કઈ મરી ગયું નથી' એમ દઢ હદયમાં રાખવા વિનંતી છે.જી. લેકે ભલે લૌકિક ક્રિયા કરે અને આપણે તે જોયા કરવી પડે, પણ આત્માને માનનાર, આત્મા ગમે ત્યાં વિશ્વમાં છે જ, એમ દઢ માને છે. તે મરી જાય જ નહીં, આત્મા નિત્ય છે એ વારંવાર વિચારવા ભલામણ છે. સંસારને સ્વપ્ન સમાન જાણી સ્વપ્નની પેઠે ભૂલી જવા જેવો છેજ. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩-૧૦-૫૦ દોહરા – નિરંકુશ બેગ ભેગવી, કરી અસંયમ-કર્મ;
અનિષ્ટ ગતિમાં આથડે, સુલભ ન ફરી સુધર્મ. નરકે સાગરોપમ સુધી, એકાન્ત દુઃખ હેય; તે આગળ મન-દુઃખ મુજ, અલ્પ નજીવું જોય. વિષયતૃષ્ણથી મનદુઃખ, આ ન રહે ચિરકાળ; યૌવન તક તૃષ્ણ કદી જીવન તક, સંભાળ. આત્મા જે દઢ એમ તે દેહ તજે, નહિ ધર્મ;
વાથી મેરુ અચળ તેમ, ન ચલાવે દુષ્કર્મ. (દશવૈકાલિક - ૧લી ચૂલિકા) જેમ જેમ જીવ પોતાના દોષ જેવાને લક્ષ રોજ રાખશે તેમ તેમ તે તે દે ખળભળી ઊઠી ચાલ્યા જવાને કમ શોધશે. જીવને વૈરાગ્ય એટલે પાંચ ઈન્દ્રિયના ભોગ પ્રત્યે