SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૩ પત્રસુધા ૧૩ ઇદ્રિય મંદ પડી નથી અને બીજાં કામ થાય છે ત્યાં સુધી ધર્મનું આરાધન ઉલ્લાસભાવે કરી લેવા યોગ્ય છે, પછી નહીં બને. માટે સંસારી ચિંતાઓ તજી, દેહાધ્યાસ ઘટાડી, પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણની તૈયારી કર્તવ્ય છે, કોઈ કરી આપે તેમ નથી. પિતાને જ કરવું પડશે. પ્રમાદ અને કષાય એ આત્માના મોટા શત્રુ છે, તેને જીતવા માટે શૂરવીરપણું ધારણ કરવું ઘટે છે. સત્સંગી જીવને ઘણી જરૂર છે. _ » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૨-૯-૫૦ તત્ ૐ સત્ ભાદરવા સુદ ૧૧, શુક્ર, ૨૦૦૬ ખમાવું સર્વ જીવોને, સર્વે જ ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કેઈને. વિ. આ પનો ક્ષમાપના પત્ર પ્રાપ્ત થયેલ છેજ. અહીં પરમકૃપાળુદેવની કૃપાથી રૂડી રીતે પર્યુષણ પર્વની આરાધના ભક્તિ, તપ, સ્વાધ્યાય, દાનાદિથી યથાશક્તિ થઈ છે”. આપ સર્વ ભક્તિભાવમાં વર્ધમાન પરિણામે વર્તતા હશોજી. બધા ભાઈઓ એક સ્થળે રહે છે તે સત્સંગનું નિમિત્ત જાણી બીજા કામમાંથી વખત એકાદ કલાક બચાવી કંઈ વાંચવા-વિચારવાનું રાખો તે હિતકર છેજ. ભક્તિ વગેરે સૌ જુદા જુદા વખતે કરી લેતા હો તો ભલે, પણ એકઠા મળીને કંઈ વાચન વિચાર દ્વારા પરમકૃપાળુદેવના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું માહાત્મ હદયમાં અહોનિશ વત્ય કરે તેમ ચર્ચા તથા વિચારોની આપ-લે કરવાની કંઈ ગોઠવણ કરવા ભલામણ છેજ. એ જગ ન બને અને માત્ર પૈસા અર્થે આવે રૂડે વેગ મળેલ વહ્યો જાય તે વિચારવાનને ઘટે નહીં. ત્યાં તે ઘણાખરા બ્રહ્મચર્ય પાળીને રહે છે; તેવા વખતમાં સત્સંગનો જોગ રહ્યા કરે તે વૈરાગ્ય ઉપશમ વધતાં મનુષ્યભવને સાર્થક કરવાની ભાવના વધી ગુણપ્રાપ્તિનું કારણ થાય. ઉપાધિના પ્રસંગમાં મનમાં પણ બીજી બાજુની ખેંચ રહ્યા કરે તે કંઈક વૈરાગ્ય જીવતે રહે, નહીં તે આરંભ પરિગ્રહ વૈરાગ્ય ઉપશમના કાળ પરમકૃપાળુદેવે કહેલ છે તે લક્ષ રાખી દિવસના ત્રાસમય પ્રસંગેની અગ્નિમાં કરવાનું ઠેકાણું એકાદ કલાક જે સત્સંગ અને સવાચન શરૂ કરી ટકાવી રાખશે તે તેને લાભ સર્વને ટૂંકી મુદતમાં સમજાશેજી. વખતે બધાને તે એકઠા થવાને વખત ગોઠવી શકાય તેમ ન બની શકે તેમ હોય તે દરેકે જેમ નિત્યનિયમ વગેરે ઘેર કે દેરાસરમાં થાય છે તેમ એકાદ કલાક દિવસે કે રાત્રે સ્વહિતની વિચારણા, વાચન, મુખપાઠ કે મુખપાઠ કરેલાને વિચાર કરવા અર્થે ગાળ ઘટે છેજ. તેમ નહીં કરવાથી પરવસ્તુમાં ઘણે વખત જીવ તન્મય રહેવાથી દેહાધ્યાસની વૃદ્ધિ થાય, મુખપાઠ વગેરે પ્રત્યે રુચિ ઘટી જાય, મુખપાઠ થયું હોય તે ભૂલી જવાય અને વૈરાગ્યઉપશમ મંદ પડી વતનિયમ નહીં જેવાં નામનાં જ પળાય. આમ ન થવા વારંવાર ચેતતા રહેવાની જરૂર છે . પૈસાની કમાણી થાય છે કે નહીં તેની જેમ ચીવટ રહે છે તેમ સદુવર્તન, છૂટવાની ભાવના, સમ્યકત્વની પ્રાપ્તિની અભિલાષા, સમાધિમરણની મહેચ્છાઓ ઘટતી જાય છે કે વર્ધમાન થાય છે તેની તપાસ અને કાળજી રાખવી ઘટે છે. મુમુક્ષુજીવનની આ પ્રથમ ભૂમિકા છે તે નહીં સચવાય તે આગળ કેમ વધાય? તેને વારંવાર દરેકે અને એકઠા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy