SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ બેધામૃત ૮૪૩ અગાસ, તા. ૨૦-૭-૫૦ આપના બે પત્ર મળ્યા. તમારી સત્સંગ અર્થે ભાવના છે તે પ્રશસ્ત છે. પણ પૂર્વ કર્મયેગે માતાની સેવામાં રોકાવું થયું છે તેમાં ખેદ નહીં કરતાં, બનતે ભક્તિભાવ કરી સેવા કરશે તે હિતકારી છે. તેમને સાંભળવાની ઈરછા હોય તે સમાધિસોપાન તથા મોક્ષમાળામાંથી તેમને વાંચી સંભળાવશે. ભક્તિ સાંભળવાની ભાવના રહેતી હોય તે નિત્યનિયમ તેમની પાસે કરવામાં હરકત નથી, નહીં તે મંદિરમાં કે એકલા ગમે ત્યારે કરી લે ઘટે છેજ. પ્રમાદ તથા ખેદ કર્તવ્ય નથી. દોષ જોઈ દોષ ટાળવાની તત્પરતા રાખવી. આવી પડેલા કામથી કંટાળવું નહીં, તેમ જ વિષયકષાયમાં રાચવું નહીં, સર્વની સાથે વિનયભાવે વતી આનંદમાં રહેવું. અનુકૂળતા મળે ત્યારે સત્સંગ અર્થે આવવામાં પ્રતિબંધ નથી, પણ કોઈને તરછોડીને, ઉતાવળ કરીને તેમ ન કરવું. સૌને બને તેમ રાજી રાખીને આત્મહિતના લક્ષે વર્તવું ઘટે છે. એકાસણું આદિ શરીરશક્તિ પ્રમાણે કરવાં. હાલ સેવામાં રહ્યા છે, તે સેવા બરાબર થાય અને આત્મલક્ષ ન ચુકાય તેમ વર્તવા ભલામણ છે જી. એમના નિમિત્ત તમને સમાધિસોપાન (બને તે પહેલેથી) તથા મોક્ષમાળા વિચારવાનું બનશે. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) મુખપાઠ કર્યા હોય તે પત્રો ફેરવતા રહેશે. તમારાં માતુશ્રીની આગળ પણ બોલતા રહેશો. વિક્ષેપ જેવું લાગે તે પિતાને અર્થે એકાંતમાં વિચારવા વગેરેનું રાખવું. સ્મરણમાં વૃત્તિ રાખી આનંદમાં રહેવા ભલામણ છેજ. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪ અગાસ, તા. ૨૧-૭-૫૦, શુક્ર આપનું કાર્ડ મળ્યું. પરમકૃપાળુદેવનાં વચનો અગ્ય જીવના હાથમાં જવાથી આશાતનાનું કારણ ન બને તેની સંભાળ રાખે છે, તે ગ્ય છે. અંતરાયનું કારણ તે નથી. તેના હિતને હેતુ હોય તે અંતરાય નથી. અંતરાય તે તે ગણાય કે જ્યારે તેને સાચા પુરુષની શોધની ઈચ્છા હોય, તેનાં વચન વાંચવાની ઈચ્છા હોય, તે તમારે ત્યાં આવી તમારી રૂબરૂમાં વાંચવાની માંગણી કરતા હોય, પરમકૃપાળુદેવ સંબંધી જાણવા ઈચ્છતા હોય, તેને તમારે ત્યાં બેસીને પણ વાંચવા કે સાંભળવા ન દે તે અંતરાય ગણાય. તે જિજ્ઞાસુ અને ગરજવાળે હોય તેને સાચે મુમુક્ષુ ખાળે પણ કેમ ? તે તે તેવાના સંગને ઈચ્છતે જ હોય. તેથી જેને તેવી જિજ્ઞાસા જણાય અને પુસ્તકે માગે, તેને કહેવું કે તમારે નવરાશ હોય ત્યારે અહીં આવો, આપણે સાથે વાંચીશું, વિચારીશું. ત્યાગી હોય તે પણ તેને ગરજ હોય તે આવે, એમ કરવું યોગ્ય લાગે છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૧-૭-૫૦ ૮૪૫ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, તરિયે કોણ ઉપાય.”—શ્રીમદ્ રાજચંદ્ર અજાણ્યા માણસ સાથે આ કાળમાં કામ પાડતાં બહુ વિચાર કરે ઘટે છેજ. કોઈ પુસ્તક વાંચવા માગે તે મોક્ષમાળા, પ્રવેશિકા, સમાધિસોપાન વાંચવા આપવામાં હરકત નથી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy