SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૦ બેધામૃત પાસે બેસી બોલે. જે વિશેષ વખત હોય તે નવું પુસ્તક હાલ પ્રવેશિકા બહાર પડ્યું છે તે પણ થોડું થોડું વંચાય તે સારું. મોક્ષમાળા, વચનામૃત, આલેચના આદિમાંથી જેમ બને તેમ જાગતા હોય ત્યાં સુધી તેમને સંભળાવવાને કમ રાખે તે હિતકારી છે. કંઈ ન બને તે મંત્રનું સ્મરણ તે કાનમાં પડ્યા જ કરે અને તેમને પણ મનમાં રટણ થયા કરે તેમ કર્તવ્ય છેજી આ મનુષ્યભવનું સાર્થકપણું પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છોડવામાં છે'. બીજું જપ, તપ, શાસ્ત્રશ્રવણ આદિ બને કે ન બને પણ શ્રદ્ધા એક પરમકૃપાળુદેવે આત્મા જાયે છે તે જ મારે આત્મા અસંગસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અવિનાશી, પરમ આનંદસ્વરૂપ છે, શરીર, શરીરમાં થતું દુઃખ, સગાં વગેરે કોઈ મારું નથી; મારા એક પરમકૃપાળુદેવ છે તેને મારે ભૂલવા નથી, જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં, દેહ છૂટે તે પણ આત્મા મરવાને નથી, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાય છે, આ હૃદયમાં કોતરી રાખવા એગ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૪૦ અગાસ, તા. ૧-૭-૫૦ હરિગીત – “એક શુદ્ધ સ્વરૂપ નિજ જાણી સદા તેને ભજે, વાણું ગણું પરરૂપ, અંતર બાહ્ય બન્નેને તજે; એવા પરમ ઉપદેશરૂપે પરિણમી ગુરુ જાણજે, ગુરુરાજ પરમકૃપાળુની કરુણા હૃદયમાં માણજે.” – હદયપ્રદીપ મંત્રનું સ્મરણ કરવું. એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે. કમને આધીન આખું જગત છે, તે પ્રમાણે જવું, આવવું, બોલવું, બેસવું, ઊઠવું, ખાવું, પીવું થયા કરે છે. “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા” એમ નરસિંહ મહેતાએ ગાયું છે. માટે કયાંય ચિત્ત રાખવા જેવું નથી. આત્માને કેઈ કારણે સંસારમાં કલેશિત કરવા ગ્ય નથી. ભક્તિમાં મન રાખી, પરમકૃપાળુદેવ રાખે તેમ રહેવાની ટેવ પાડવી. જ્ઞાનીની આજ્ઞા, મંત્રનું સ્મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં મન રાખી આનંદમાં રહેવું. કેઈ આપણું છે નહીં. એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. આજ્ઞા આરાધી હશે તેટલું આત્માનું હિત થશે. માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે વિચારી રાગદ્વેષ ઘટાડવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજકે અનુભૌ બતલાઈ દિયે.” શ્રીમદ્ રાજચંદ્ર આબુ, તા. ૭-૭-૫૦ તત સત પ્ર. અષાડ વદ ૮, ગુરુ, ૨૦૦૬ દાહરે – પરાર્થ સાવધ વર્તન, ભૂત ભાવિ વર્તમાન, સભાદિમાં જાણ વદે, –નહીં સપાપ મુનિ માન. (દશવૈકાલિક અ. ૭-૪૦).
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy