________________
૬૮૮
બેધામૃત મૂર્તિરૂપ બનેલા છે. ભવ એટલે જન્મવાનું હોય તો પણ કે તે દેહમાં વધારે આયુષ્ય હેય ને રહેવાનું હોય તે પણ તે તેમને બાધ કરી શકે તેમ નથી. પિતાની પાસે જે સુખ છે તે જેણે પ્રગટ કર્યું છે તેને આત્માથી બીજી વસ્તુ ઉત્તમ લાગતી નથી – “આત્માથી સૌ હીન.” જન્મવાનું હોય તો પણ તેમને સમક્તિ લઈને પરભવ જવાનું હોવાથી આત્માની ઓળખાણ ભુલાઈ જાય તેમ નથી. તેવા મહાપુરુષને આત્મા જ સર્વસ્વ છે અને તે જ અનંત સુખનું ધામ છે. ઈચ્છાથી કઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી તે કંઈ ઈચ્છતા નથી; કર્મ દૂર કરવાને પુરુષાર્થ નિરંતર કર્યા કરે છે, તેને કંઈ ઈરછયા વિના જ મોક્ષ તેમની પાસે આવ્યા કરે છે. આ વાત વિશેષ એકાંતમાં વિચારશો તે બહુ આનંદ આવશે અને સત્ય છે એમ લાગશે. ખરી રીતે દેહ છે એ જ ભવ છે, અશરીરી છે તે સિદ્ધ છે. દેહ છતાં જેની દશ વર્તે દેહાતીત” એવી દશા જેને પ્રાપ્ત થઈ છે તેને “દેહ છતાં નિર્વાણ” છે. દેહસહિત અને દેહરહિત દશા જેને સરખી થઈ ગઈ છે, સર્વ પ્રકારના વિકપનો અભાવ થઈ નિર્વિકલ્પ દશામાં સદાય રહે છે, તેને શાતા-અશાતા, સંસાર-મોક્ષ, સદેહ દશા કે વિદેહ દશામાં કંઈ ભેદ જણાતું નથી, એટલે તે વિકપનું કારણ બનતાં નથી. બધી અવસ્થામાં તેને અનંત સુખને અનુભવ વત્ય કરે છે. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” (શ્રી યશોવિજયજી) શરૂઆતની અવસ્થામાં જ્યાં સુધી સંસારનાં સુખની ઈચ્છાઓ જીવને આકર્ષે છે ત્યાં સુધી તે પ્રત્યે વૃત્તિ જતી રેકી મેક્ષની ભાવના કર્તવ્ય છે –
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.”– શ્રી આત્મસિદ્ધિ પરંતુ જ્યારે પિતાને કે પરને અર્થે પણ કંઈ વિકલ્પ ઊઠે નહીં તેવી નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે, ત્યારે “મુક્તિ સંસાર બિહુ સમ ગણે” એ ભાવ રહ્યા કરે છે. સંસારમાંથી જીવો છૂટે અને મોક્ષે જાય એવી પણ ઈચ્છા જેમને સ્કુરતી નથી, “સવિ જીવ કરું શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લસી” – એ ભાવે તીર્થંકર થવાના હોય તે પહેલાંના ત્રીજા ભવે એટલે મનુષ્યભવમાં આગલે ભવે હોય ત્યારે કરેલી ભાવનાના ફળરૂપ તીર્થંકર નામકર્મ બંધાયું હોય છે, તે પ્રારબ્ધ પૂરું થવા અર્થે જ તીર્થકરને ઉપદેશકાર્ય હોય છે, પરંતુ “આને તારું કે આને ઉદ્ધારું” એવું તીર્થંકર-અવસ્થામાં હોય નહીં. યંત્રવત્ પ્રારબ્ધ અપાવે છે. ઈચ્છા એ લેભને પર્યાય છે, તે તે મેહને ક્ષય થયા પછી હાય નહીં, તેથી નિઃસ્પૃહપણે શ્રી તીર્થકર વક્તા છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૩૮
અગાસ, તા. ૮-૬-૫૦ તત્ ૐ સત્
જેઠ વદ ૮, ગુરુ, ૨૦૦૬ દુષ્કર એવું બ્રહ્મચર્ય વ્રત તેમણે બે વર્ષ પરણીને જ પાળ્યું તે બદલ ધન્યવાદ ઘટે છે. હવે ધર્મમાં ઢીલા થવાની જરૂર નથી. જે આટલું નિશ્ચયબળથી કામ થયું તે તેમને પરમકૃપાળુદેવના વચનમાં વિશેષ શ્રદ્ધા થશે કે “માણસ ચાહે તે કરી શકે.” (વચન સપ્તશતી ૫૫૧) “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા” (૧૫)