________________
બધામૃત
એને એ ક્રમ ચાલુ રહ્યો તે આજે તેનાં તે સ્તવને અમૃત જેવા લાગે છે. અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતે તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશે તે ટીપે ટીપે સરોવર ભરાય તેમ આગળ ઉપર લાભ સમજાશે.
પ્રમાદમાં, આળસમાં બચતે વખત ગાળવાને બદલે સારા વાંચનમાં, ગોખવામાં, ગોખેલું ફેરવી જવામાં, વિચારવામાં કે વાંચેલાની વાત, ચર્ચા કરવામાં વખત ગાળશે તે તે સફળ થશે, જીવન સુખરૂપ લાગશે, ભક્તિમાં રસ વધશે. નાટક, સિનેમા કે રમતમાં વખત ગુમાવશો તે પછી સારાં કામોમાં પ્રીતિ રહેશે નહીં. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તે સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય? માટે મહાપુરુષોનાં વચનમાં જ બચતે વખત ગાળ છે. ન સમજાય તો પણ ગભરાવું નહીં. સત્સંગે થડા વખતમાં ઘણું કામ થાય એ વાત સાચી છે, પણ તેવું ભાગ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચને જ આધારભૂત છે. પ્રવેશિકા' નામનું પુસ્તક વાંચશે તે મન કેમ ચુંટતું નથી તેને ખુલાસો છે, તે સમજાશે. જે વસ્તુમાં પ્રેમ હશે કે થશે તે વસ્તુ પ્રત્યે મન જાય કે જશે. માટે મહાપુરુષ અને તેનાં વચન પ્રત્યે પ્રેમ થાય તેવું વાંચન, તેવી વાતચીત, તે પરિચય જીવને હિતકારી છે. મોટા વેગીઓને પણ મન વશ કરવું અઘરું પડ્યું છે. શ્રી આનંદઘનજી ગાય છે કે –
મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન મનડું કિમ હી ન બાજે,
જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાંજે હો કુંથુજિન” સર્વને ઉપાય “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે;
વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાય દિયે.” મથાળે લખેલા દોહરા વિચારશોજી. વીશ દેહરા બોલતાં મન ભટકતું હોય તે છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેને વિચાર ગાતાં ગાતાં કરવો તે મનને કામ મળશે એટલે બીજા વિચારમાં જતું અટકશે. વિકારોનો નાશ કરવા માટે સવાંચન અને તેમાં રસ ઉત્પન્ન થાય તે જગત બધું વાંચતી વખતે ભૂલી જવાય છે. સ્મરણ કરવાની ટેવ વિશેષ વિશેષ રાખવી તથા જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમ કે દાળમાં વઘાર સારે બેઠો હોય ને સ્વાદિષ્ટ લાગે છે તેમાં થોડું પાણી રેડીને ખાવું. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી બધી ઈન્દ્રિય ઉપર અસર થશે અને વધારે ખવાઈ પણ ન જવાય. આ ઉપાય પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને બતાવે, તે કરવાથી તેમને લાભ પણ જણાયેલ. સાધુજીવનમાં રસ ઘટાડે મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઈ શકે અને સારામાં સારે ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખોસૂકે નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા. આમ કરવાથી તથા પરમકૃપાળુદેવના પત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી તે મુખપાઠ કરવામાં, વાંચવામાં, વિચારવામાં તેમને કાળ જતે. પરમકૃપાળુદેવે છે કલાક ઊંઘવાની છૂટ આપી છે, છતાં પ્રભુશ્રીજી તે ત્રણ કલાક પણ પૂરું ઊંઘતા નહીં. આમ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી તે આત્મજ્ઞાન તેમણે પ્રગટાવ્યું. જેટલી આપણી ગ્યતા