________________
૬૮૪
બેધામૃત કરાવી કડવું ફળ ઉત્પન્ન કરાવનાર હોવાથી સર્વ ઝેરરૂપ જ છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” (૨૫૪) એવું એક વાક્ય : પરમકૃપાળુદેવે દર્શાવ્યું છે તે વારંવાર વિચારી આત્મભાવમાં આવવું યોગ્ય છેજ. “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એ બહુ ઉપયોગી વાકય અંતપર્યંત કામમાં આવે તેવું છે.
% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૨૨ સીમરડા, ફાગણ વદ ૧૪, શનિ, ૨૦૦૬ દેહરા – પુષ્પ ભમરવત્ પામશું, અણ- દંભળ્યે ભિક્ષાય;
આત્માર્થે ગ્રહકૃત લઈ વિચરે સાધુ સદાય. ૪ વિદિતતત્વ મધુકર સમા, પ્રતિઘર અપ્રતિબદ્ધ; દાંત સાધુ તે વિચરતા, અ૫ અપ લઈશુદ્ધ. ૫
(શ્રી દશવૈકાલિક પ્રથમ અધ્યયન) અન્યને સંગ અનિવાર્ય હોય છે જેને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થયેલી હોય એવામાંથી સાથી કેમ ન શોધો ? રાયણમાં પૂ...ને દીક્ષા લેવાના ઘણા ભાવ છે, પણ ગ્ય સાથ ન મળે ત્યાં સુધી ગમે ત્યાં દીક્ષા ન લેવા તેને જણાવ્યું હતું. તેની વૃત્તિ હજી દીક્ષાની રહેતી હોય તે તમને મદદરૂપ થાય તેવી બળવાન બાઈ લાગે છે અને તેને પરમકૃપાળુદેવની ભક્તિમાં જ સંતેષ રહેતા હોય તે પરાણે પ્રેરીને મૂંડી નાખવા યોગ્ય નથી. આ તે એક પુછાવ્યું ત્યારે સૂચવ્યું છે. શ્રીને મને પરિચય નથી. તમને તે કઈ રીતે મોક્ષમાર્ગમાં મદદ કરે તેવું લાગે કે કંઈ નહીં તે અવિરોધી સ્વભાવ હોય તે જ દીક્ષા આપવા જેવા ગંભીર કાર્યમાં પ્રવર્તવું, નહીં તે પિતાને અર્થે થાય તેટલે થોડાં વર્ષ પુરુષાર્થ કરી આયુષ્ય પૂર્ણ કરવું; પણ બીજાને દોરવાની જોખમદારી ઉઠાવતા પહેલાં બહુ બહુ વિચાર કરવા ઘટે છે. પ્રમાદનું બીજાને ઉદાહરણ આપણે ન બનીએ તે અર્થે વિશેષ વિશેષ જાગૃતિની જરૂર છે. જે રૂઢ માર્ગના હજુ સંસ્કારો ગયા નથી, તે પાછા તેવી સેબતે ગાઢ થતા જઈ પરમકૃપાળુદેવની ઉપાસનામાં બેજારૂપ થઈ પડે તેવું કામ હાથ ધરતાં શેડો કાળ જવા દઈ જેમ પ્રારબ્ધ ગોઠવે તેમ ગેઠવાવું એમ સલાહ છે. આ તે એક ઉતાવળે પગલું ભરી પછી પાછું હઠવામાં હાંસી જેવું ન થાય માટે જણાવ્યું છે. પિતાનું માનેલું જ સાચું એ જેને આગ્રહ હોય અને રૂઢિમાં બહુ આગ્રહ હોય, તેને આપણું અંતર જણાવી શકીએ તેમ ન હોય તે જીવને તેવા સંગમાં માયાચારીને પિષવી પડે. સહેજે છૂટેલી લપ પાછી આવી પડે તેના વિચારે કે નિમિત્તે સ્વસ્થતા ખેઈ બેસવાને પ્રસંગ ન આવી પડે તેને લક્ષ રાખી ગ્ય લાગે તેમ પ્રવર્તવા ભલામણ છે.
પુરુષાર્થ મંદ ન પડે તે જ જીવ હિત સાધી શકે. “જે ઈચ્છે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થે.”(આત્મસિદ્ધિ)
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ