________________
૬૫૬
બાધામૃત કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ” આટલું થાય તે જીવ ઘણે ઊંચે આવે. “આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પરમકૃપાળુની કૃપાથી જે જે આજ્ઞા મળી છે તે સાધન વડે આત્માને જાગ્રત કરે, જાગ્રત રાખે એગ્ય છેજ.
છ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- તા. ૨૨-૯-૪૮ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે અને અન્ય વિચારેનું વિસ્મરણ થાય એમ ભાવના કર્તવ્ય છે. તે પરમ પુરુષે આત્મા જાણે છે તે માટે માન્ય છે. તેની હા એ હા અને તેની ના એ ને એમ દઢ મતિ કર્તવ્ય છેજ. સ્મરણમાં ચિત્ત વિશેષ રહે તે હિતકારી છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૭૭
૭૭૮
અગાસ, તા.૬-૧૦-૪૮
આ સુદ ૪, ૨૦૦૪ આપ બન્ને ભાઈઓના પત્રો મળ્યા છે. ઉત્તરમાં જણાવવાનું કે “બ્રહ્મા દુહાં પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, તે શ્રદ્ધાની નિર્મળતા અર્થે આ * વટામણવાળ પત્ર આપને બીડું છું તે વાંચી પરમકૃપાળુદેવ પ્રત્યે જ ગુરુભાવ થાય અને વર્ધમાનતાને પામે તે અર્થે રોજ એ પત્રનું વાંચન કરશો અને બને તે આ પત્ર બને છેડે થડે કરીને મુખપાઠ કરી લેશેજ. તેમાં કષાયની મંદતા, સમતા, શ્રદ્ધાનું જણાવ્યું છે.
કર્મને આધીન ધનની કમાણી વગેરે છે પણ ધર્મની કમાણી સપુરુષાર્થને આધીન છે. માટે જેને શ્રદ્ધા કરવાને વેગ મળે છે તેણે તે પરમકૃપાળુ જ્ઞાનીની આજ્ઞામાં જ લક્ષ રાખી વર્તવાને નિશ્ચય કર્તવ્ય છે. “મોક્ષમાળા'માંથી “પ્રત્યાખ્યાન” અને “પરિગ્રહને સંકોચવો એવા બે પાઠ છે તે પણ કાળજી રાખી વાંચતા રહેશો તથા આપનાથી બને તેટલા વિચારી તેમાંથી જે ભાવ સમજાય તે પ્રમાણે પરમકૃપાળુદેવની સાક્ષીએ વર્તન કરવા ગ્ય છેજી. નકામા વિકલ્પમાં મનને રોકવાથી માત્ર કર્મ બંધાય છે. માટે મંત્ર-સ્મરણમાં મનને રોકવાને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તાય તેમ કર્તવ્ય છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી સંકલ્પ-વિકલપને ઉપાય નીચે પ્રમાણે કહેતા-- * “એક શ્રદ્ધા કરવા ગ્ય છે. પછી તેને કંઈ ફિકર નથી.” આ શિખામણ પ્રમાણે અભ્યાસ કરવા ભલામણ છે. આ પત્ર બધા વાંચશે, વિચારશો અને બને તેટલું આચરણમાં મૂકશે તે તે શાંતિનું કારણ છેજી
અગાસ, તા. ૭–૧૧–૪૮ તત છે. સત્
કાર્તિક સુદ ૬, રવિ, ૨૦૦૫ આપનું કાર્ડ મળ્યું. સત્સંગના વિયેગે શિથિલતા આવે છે એમ લખો છે તે ગ્ય છે જી.પણ યથાશક્તિ પુરુષનાં વચનને પ્રત્યક્ષ સપુરુષતુલ્ય જાણી આરાધવાથી તે સત્સંગની ગરજ સારે છે તથા આપણા જેવા છૂટવાની કામનાવાળા કે સત્સંગની વિશેષ ભાવનાવાળા હોય તેમને મળી દિવસમાં અમુક વખત કે બે-ચાર દિવસે પણ એકત્ર થવાનું ધારે તે બની
* જુઓ ઉપદેશામૃત પત્રાવલિ ૧-૧૫૦ + જુઓ પત્રસુધા પત્ર નં. ૨૩૮ (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૩૮)