________________
પત્રસુધા
૬૩૧ દરેકે રાજ કર્તવ્ય છે તે અર્થે પિતાનાથી શું શું બની શકે એમ છે એને પણ વિચાર કર્તવ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Oyo
અગાસ, તા. ૭-૯-૪૭ મનુષ્યભવ દુર્લભ છે. ભલે શરીર સાજું માંદું હોય કે અપંગદશા હોય, તે પણ જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધતાં જીવનાં કે2િ કર્મને નાશ થાય છે. પરમ પુરુષ પ્રત્યે જેની આશ્રય ભાવના દઢ છે, તેને ગમે તેટલાં દુઃખ આવે તેને તે સુખરૂપ માને છે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી” (૪૬) એ જ્ઞાની પુરુષનું વચન વિચારવા યોગ્ય છે.
અગોસ, તા. ૨૦-૯-૪૭ વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય,
જહાં કષાયકી પિષણા, કષાય શાસન સેય.” તમને પણ અશાતાને ઉદય તીવ્રપણે આવ્યું છે, એ લક્ષમાં છે. ઉપચાર આદિ તે બને તે કર્તવ્ય છે. પણ મુખ્ય લક્ષ જન્મમરણથી છૂટવાને ચૂકવા યોગ્ય નથી. બાંધેલું છે તે જ આવે છે. હવે નવું ન બંધાય તે અર્થે પરમકૃપાળુદેવના આશ્રયે સમભાવની ભાવના કર્તવ્ય છે. તે તમને લક્ષમાં છે. તે લક્ષ જેમ જેમ બળવાન થાય તે સત્યરુષાર્થ કર્તવ્ય છે. જ્યાં આપણું કંઈ ન ચાલે તેવી નિરુપાય દશા વિષે વારંવાર વિચાર ન આવે અને જે નિમિત્તે ભાવ પલટાવી શકાય અને આત્મહિત થાય તેવા નિમિત્તો જોડતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર રહે, તે પરમાત્મ-સ્વરૂપ છે એવી દઢ માન્યતા વર્ધમાન થાય એવી તે કરુણામૂર્તિ પ્રત્યે પ્રાર્થના કર્તવ્ય છે. જ્યાં સુધી પિતાની વૃત્તિ પલટાવી શકાય એમ છે ત્યાં સુધીમાં જેટલાં કર્મ આવીને જાય છે તેટલું દેવું છૂટે છે. જેટલી હાયેય થાય તેટલાં નવાં કર્મ બંધાય છે એમ સમજી પરમશાંતિપદની ઈચ્છા રહ્યા કરે એમ વૃત્તિ વાળતા રહેવું. આ વેદના જે અત્યારે અનુભવાય છે તેને મરણની વેદના આગળ કંઈ હિસાબ નથી. જન્મમરણનાં દુઃખ અત્યંત દુઃસહ્ય છે એમ ભગવાને કહ્યું છે તે માન્ય રાખી સમાધિમરણની તૈયારી અર્થે જે સહનશીલતાની જરૂર છે તેને અભ્યાસ આવી વેદનામાં થાય છે. તેવી વેદના વેદતાં પિતાની જે કચાશ જણાય છે તે સાજા થતાં પૂરી કરવા પ્રયત્ન દઢ નિશ્ચયથી કર્તવ્ય છે. શારીરિક ગમે તેટલું દુઃખ હોય તે પણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તે પણ સૂર્ય માં, સામું પણ ન જોઈ શકાય તેટલું તેજ છે તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે ત્યાં દુઃખને અંશ પણ નથી એવી માન્યતા છે દુઃખ વખતે ટકી શકે તે અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. આ વાતે આપને લક્ષમાં રહેવા માટે લખી છે, તે વારંવાર વિચારી કર્મના ઉદય વખતે ગભરામણ ન જમે અને સશ્રદ્ધાને અનુભવ થાય એ લક્ષ લેવા વિનંતિ છે.
“ શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિ”