________________
૧૮
બાધામૃત અપૂર્ણપણે સત્પરુષની નિષ્કારણ કરુણાની છાપ પડી છે તેને પરભવમાં પણ તેની તે જ ઝંખના રહ્યા કરે છે અને તેવા પુરુષના વેગ વિના તેને ચેન પડતું નથી. ભક્તોએ ભભવ ભક્તિની માગણી કરી છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે જ્ઞાનીને વેગ જેને બને છે તે પ્રાયે જ્ઞાનની માગણી કરતા નથી પણ ભક્તિની જ તેને ભાવને વર્યા કરે છે.
“મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત;
તેમ શ્રતધર્મ રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” પરમપુરુષ પાસેથી મેક્ષના ઉપાયરૂપ સ્મરણમંત્રની જેને આજ્ઞા પ્રાપ્ત થઈ છે, તેના અહેભાગ્ય ગણવા યોગ્ય છે. છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરૂ” મંત્રમાં વૃત્તિ રાખી સમાધિમરણના મહત્સવને દીપાવવાની નમ્ર વિનંતી આપને છેજ. તમને કંઈ કહેવું પડે તેમ નથી. જેના હૃદયમાં જ્ઞાનીને વાસ છે તેના વચનમાં તેની આજ્ઞા જ કુર્યા કરે છેજ. તે કંઈ કહે તે જ્ઞાનીની આજ્ઞા સંબંધી, પૂછે તે તે પણ તે જ વાત, ઈચ્છા કરે તે તેની જ અને ન બેલે તે પણ તેના ભાવ આજ્ઞામાં જ લીન રહે છે. આ તે પૂ..... ભાઈએ પત્રની ઈરછા જણાવી હતી તે બે બોલ પરમકૃપાળુદેવનાં વચનના સ્મૃતિમાં હતા તે લખ્યાં છે તે મારા પિતાના આત્માને પરભાવમાંથી છોડાવી આત્મહિતના વિચારમાં જોડવા અર્થે છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧૭
અગાસ, તા. ૨૧-૨-૪૭ તત છ સત
ફાગણ સુદ ૧, શુક, ૨૦૦૩ દેહરે –-શીલ પ્રતાપે સૌ મળે, ટળે આપદા પાપ;
ભય ભવને ટળે જાય ને, અને બ્રહ્મરૂપ આપ. પૂ. એ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જેણે રાત્રે નહીં જમવું એવું વ્રત લીધું છે તેણે પ્રસાદ પણ રાત્રે ન લેવાય. ઉપવાસને દિવસે પણ ન લેવાય. એકાસણામાં માત્ર જમતી વખતે લઈ શકાય. છૂટ રાખી હોય તે દિવસે ઠારેલું પાણી લઈ શકાય. કંઈક પૂર્વના સંસ્કાર હોય તે ધર્મની ગરજ જાગે છે. નહીં તે તે વાત ગમતી પણ નથી. જેને ધર્મની જિજ્ઞાસા જાગી છે, તેણે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદાચારથી તે પોષવી ઘટે છે. વારંવાર વરસાદ થાય ત્યારે પાક થાય છે, તેમ ઉપર જણાવેલા પુરુષાર્થથી ધર્મ જિજ્ઞાસા પુષ્ટ બને છે અને સફળ થાય છે. જેને સત્સંગને વેગ તેવાં અંતરાયકર્મથી ન બનતું હોય તેણે પણ સત્સંગની ભાવના નિરંતર અહોરાત્ર રાખવાથી, સત્સંગના વિરહમાં પુરુષના વચન પ્રત્યે રૂચિ અને તેનું માહાસ્ય હદયમાં વધારેલ હશે તે સત્સંગે કે સત્પરુષના આત્માને પ્રગટ વર્ણવતા સ@ાસ્ત્રના આધારે અપૂર્વ ભાવ સમજવાની મ્યતા છવામાં આવશે. જે પ્રસંગમાં જેટલું બની શકે તેટલું જીવ કરી છૂટે તે તેથી વિશેષ સાધી શકે તેવા પ્રસંગને યોગ્ય તે બને છે. માટે હાલ સત્સંગના વિયેગે પણ પ્રમાદ તજી, સદાચાર અને સવિચાર તથા સવાંચનથી, બચે તેટલે વખત સફળ કરી લે ઘટે છે. “વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” (પ૬૯) » શાંતિઃ