________________
૬૧૬
બેધામૃત અને નિર્ણય કરે ઘટે છે. પોતાના હૃદયને અનેક બાજુથી વિચારી પોતાના ભાવની ઓળખાણ કરી, દોષ દેખી દો ટાળવા તત્પર થવા યોગ્ય છે.જી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧૪
અગાસ, મહા વદ ૪, રવિવાર પૂ. એ સમાચાર જણાવ્યા તે વિશેષ વૈરાગ્યનું કારણ બન્યું છેજ. જેણે મનુષ્યભવમાં આવી જગત જોયું ન જોયું અને અન્યત્ર ચાલ્યા ગયે તેની સ્મૃતિ સમજુ માણસને વૈરાગ્યવિશેષનું કારણ બને તેવું છે. આ બગડતા જતા ભારતની વર્તમાન દશા જોતાં સારી કેરી પણ બગડી જાય ત્યારે નાખી દેવા જેવી લાગે છે, તેમ આ કાળમાં વિશેષ જીવીને પણ શું કરવાનું? જે ધર્મ ભાવના દિવસે દિવસે વધતી ન જાય અને ઘટતી જાય છે તે ક્યાં સુધી ઘટ્યા કરશે? શું સાથે લઈને પછી જશે? આ બધા વિચારો એકાંતમાં આત્મહિતાર્થે કર્તવ્ય છે”. ઘણું જોયું, ઘણું ખાધું, ઘણું ભગવ્યું; હવે તે હે જીવ! થેભ. એમ વિચારી સમાધિમરણની તૈયારી આપણા જેવા ઉમ્મરે પહોંચેલાઓએ તે જરૂર કર્તવ્ય છે. જે આપણે આટઆટલું થયા છતાં ન ચેતીએ તે આપણને પુરુષને વેગ કેવા પ્રકારને થયો છે? તે વિચારી વિચારી સપુરુષને આશ્રયે હવે તે એક આત્મકલ્યાણ થાય તે જ કામ કરવું છે. બીજું બધું ભૂલી જવા યોગ્ય છે. જેમતેમ કરીને પથ્થર તળે આવેલે હાથ ખસેડી લેવા ગ્ય છે; નિવૃત્તિના વિચાર દઢ કરી અંતરંગમાં તે સાવ નિવૃત્તદશા કરી લેવા ગ્ય છે. કર્મના ઉદયે બહાર ગમે તેવું દેખાય પણ આપણે મહેમાન હવે તે છીએ એમ પળે પળે ભાસ્યા કરે તેવા વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી.
૭૧૫
અમાસ, તા. ૧૫-૨-૪૭ દેહર-ભવમૂળ ભેગની વાસના, ટાળે જે શૂરવીર;
ઉદાસીનતા આદરી, રહે સ્વરૂપે સ્થિર. આપને પત્ર હતું, તેમાં તમે “નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે? (૧૨૮) એને ખુલાસો પુછાળ્યું હતું. નાટકમાં નેપથ્ય” એટલે પડદા પાછળ એ અર્થ થાય છે. અહીં ઉપમાવાચક શબ્દ છે. આવરણ પડદા સમાન છે, તેની પાછળ રહેલે આત્મા તે નેપચ્ચે સમજવા યોગ્ય છેજ. અંતરઆત્માને અવાજ એ અર્થ સમજાય છે. વાદળ પારે જેમ સૂર્યને પ્રકાશ જણાય છે તે સૂર્યની સાબિતી તથા તેના આધારે જણાતા પદાર્થોની પ્રતીતિ કરાવે છે તેમ અંતરાત્મા, પરમાત્માના સ્વરૂપની તેમ જ પરમાત્મ-પ્રાપ્તિના માર્ગની પ્રતીતિ કરાવે છે. ગાઢ વાદળ હોય તે પ્રકાશ જૂજ જણાય છે, વાંચી પણ શકાય નહીં, તેમ જ સૂર્ય કઈ દિશામાં છે તે જાણી શકાય નહીં, તેમ બલવાન મોહના આવરણ વખતે જીવને પિતાનું ભાન હોતું નથી અને બીજા પદાર્થોને પણ નિર્ણય યથાર્થ હેતું નથી. તેવી દશાવાળે
જીવ બહિરાત્મા ગણાય છે”. એ દશા તજવા અને અંતર્ણોધ કરવા જ્ઞાની પુરુષે કરુણા કરી પિકાર કરતા આવ્યા છે, પણ મોહનદના જોરે જીવ જાગતું નથી, પણ જ્યારે જાગશે ત્યારે તે મહાપુરુષનાં વચનથી જ જાગશે એ નિસંદેહ છે.