SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ૭૧૨ સીમરડા, પોષ વદ ૧૩, સેમ, ૨૦૦૩ દેહરા – આ વેગ અપૂર્વ આ, કરવા સફળ વિચાર. ભાગ્યશાળી જન જાગશે, મેહનીંદ કર દૂર, વીર હાક સંગ્રામની સુણતાં ઊઠે શૂર. બાળપણે મળમૂત્રમાં, રમે બાળ બહુ વાર; પણ સમજણ આવ્યા પછી, ભૂલતા સર્વ વિકાર. તેમ તજે લૌકિક રીતિ, ગ્રહી અલૌકિક ભાવ, માનવભવની સફળતા, કરવાને આ દાવ. મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પુરુષને વેગ થવે એ અત્યંત દુર્લભ છે, તેમને બેધ પ્રાપ્ત થશે અને તે રુચ અથવા તે પ્રમાણે વર્તવા ભાવ થવા, તે માન્ય છે, શ્રદ્ધ એ વળી એથી અત્યંત દુર્લભ છે અને જે તે શ્રદ્ધાપણે વર્તાય તે પછી મોક્ષ દૂર નથી. આ ભવમાં જીવ જે સામગ્રી પામે છે, તેવી સામગ્રી ફરી ફરી મળવી બહુ કઠણ છે. તે હવે આપણું કામ એટલું જ છે કે જેટલે કાળ આપણા હાથમાં છે, ત્યાં સુધી સંતની કૃપાથી જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે, તે પુરુષનું શરણું આપણને બતાવ્યું છે તે જ ગ્રહણ કરી તેમાં દઢ રહેવું, તે જ આપણે નાથ છે, તે જ તરણતારણ છે. તેણે આત્મા જાણે છે તે જ મારે આત્મા છે. તેના એક વચનનું પણ યથાર્થ ગ્રહણ થશે તે મારું કલ્યાણ થશે. તેને જણાવેલ સ્મરણમંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ” એ મારા હૃદયમાં નિરંતર રમણ કરે. મને કંઈ ખબર નથી પણ મને સાચે વળાવે મળે છે, એટલે મારે કશી ફિકર નથી એ નિશ્ચય, દઢ વિશ્વાસ રાખી નિઃશંક રહેવું. આત્મા કદી જ નથી અને મરતે નથી. ભવા જેમ રાજા, જેગી કે બાઈભાઈને વેશ લાવે છે, પણ ભવા દેખાય છે તે કદી થઈ જતો નથી. તેમ ગમે તે દેહ બાઈભાઈને દેખાતે હોય પણ આત્મા કદી દેહ થયું નથી. આત્મા કોઈને ધણી નથી, કેઈની સ્ત્રી થયે નથી, કોઈની મા થયેલ નથી કે બાપ થયે નથી, પણ દેહને દેખીને અજ્ઞાની છ આત્માને દેહરૂપ માની બધે સંસારને ભાર તાણી દુઃખી થાય છે; એ બધી અણસમજ છે, પણ કેઈ સંતના વિશ્વાસે જ્ઞાનીનું કહ્યું માન્ય કરવા ગ્ય છે કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન જાણનાર, દેખનાર જ્ઞાનીએ જે છે, જાણે છે, અનુભવે છે, ઉપદે છે તે આત્મા હું છું. હું કપાત નથી, ઘસાતું નથી, છેદા નથી, ભેદા નથી, મરતે નથી, જન્મતે નથી, બળતું નથીદુઃખ વ્યાધિ પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. એ વેદના તેને કાળ પૂરો થતાં ચાલી જશે, લાંબી હશે તે દેહ છૂટશે તેની સાથે છૂટશે પણ કેઈ કર્મ કે કોઈ દુઃખ સદાય રહેનાર નથી, તેથી અકળાવાની ગભરાવાની જરૂર નથી. ધીરજથી બાંધેલાં કર્મ પ્રમાણે સુખદુઃખ દેખાય છે તે જોયા કરવા અને બને તેટલે સમભાવ રાખ. સ્મરણમંત્રમાં ચિત્ત વારંવાર લઈ જવું. દેહ ઉપરથી ભાવ ઉઠાડી આત્માનું કલ્યાણ થાય એવું સપુરુષનું વચન, તેને કહેલા વીસ દોહા, આત્મસિદ્ધિ, છપદને પત્ર વગેરે જે યાદ હોય કે કાનમાં પડે તે પુરુષનું વચન અમૃતતુલ્ય ગણી તેમાં પ્રેમ પ્રીતિભાવ રાખ. છોકરાં સગાંવહાલાં કેઈ આત્માનું કલ્યાણ કરનાર નથી. એક પુરુષ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy