________________
૫૭૨
આધામૃત
શ્રાવક તેવાં નજરે તેમના ગચ્છમાં જણાયાં નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિના કંઈક પિરચય તેમને થયેલા તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યા છે તે પત્રાંક ૭૦૨ તેમ જ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વાર વાર વાંચી અને તે મુખપાઠ કરવા ભલામણ છેજી; અને સુખપાઠ થયે રાજ નિત્યનિયમમાં ઉમેરી લેવા ચેાગ્ય છે, એટલે રાજ સ્વાધ્યાય થશે તે જરૂર જીવને જાગૃતિનું કારણુ ચાલુ રહેશેજી. ખીજા ભાઈઓને પણ ભાવ રહે તેા મુખપાઠ કર્તવ્ય છેજી. જેને છૂટવાની વૃત્તિ જાગી છે તેણે તે ખચતા બધા વખત પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવામાં જ વ્યતીત કરવા ચેાગ્ય છેજી. તેમાંથી પેાતાને શું કર્તવ્ય છે તે સહેજે સૂઝી આવશે તથા વૈરાગ્યની વૃદ્ધિ થતાં જરૂર આત્મહિત સધાશેજી.
પરમપુરુષોની અન`ત કૃપાથી જીવ આટલા સુધી આવ્યા છે. હવે આ ચેાગ સફળ કરી લેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવાની જરૂર છે. ન જોઈતી ફિકરચિંતા તજી ધર્મધ્યાન અર્થે અને તેટલા વધારે વખત ગાળતા રહેશે! તે છ માસમાં આપેાઆપ જિંદગી પલટાતી સમજાશેજી. જેને સત્પુરુષના યાગ થયા છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા છે, તેને એક પ્રમાદ જ વિશ્નકર્તા છે. તે દૂર કરવા જીવ પુરુષાર્થ – સત્પુરુષાર્થ સત્પુરુષની આજ્ઞાએ પ્રગટાવે તે સત્પુરુષના હૃદયમાં રહેલા મેક્ષમાર્ગ જીવને પ્રગટ થવા ચેાગ્ય છેજી. પત્રાંક ૧૭૨ પ. પૂ. પ્રભુશ્રીજી ઉપરના છે તે પણ સ્પષ્ટપણે, આપણે કરવા યેાગ્ય છે તે ક્રમ બતાવે છે. તેનું પણ આરાધન ક્રમે ક્રમે કરતા રહેવા વિનંતી છેજી. આજીવિકા અર્થે કંઈ કરવું પડે તે નછૂટકે કરી છૂટવું, પણ આખા આત્મા તેમાં જોડવા ચેગ્ય નથી. પૈસા કમાવા દેહ ધર્યાં નથી. નથી ધર્યાં દેહ વિષય વધારવા, નથી ધર્યાં દેહ પરિગ્રહ ધારવા” (૧૫) તે શા અર્થે દેહ ધર્યાં છે. તે વારવાર વિચારી તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનાં વચને અને તેની આજ્ઞાનું આરાધન જીવને સમ્યક્ત્વ અને સમાધિમરણનું કારણ છે”. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૪૪ તત્ સત્
અગાસ, તા. ૨-૩-૪૬ મહા વદ ૧૪, શિન, ૨૦૦૨
(પ્રજ્ઞાવખાધ – ૭૪)
મત્રે મંત્ર્યા, સ્મરણ કરતા, કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભી ભૂલી, ખેલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચા જીવન-પલટો, માક્ષ-માર્ગી થવાને. પ્રથમ થોડા લક્ષ રાખવા ચેાગ્ય સૂચના કરું છું. પરમકૃપાળુદેવ પ્રત્યે ગુરુમુદ્ધિ રાખી આપણે બધા સત્સંગી મેાક્ષમાના પથિક છીએ, એક જ માર્ગે એકઠા થયા છીએ, સ’સારદુ:ખથી છૂટવાના કામી છીએ. તમારામાં કોઈ સદ્ગુણુ હોય તે તે મારે પણ કામના છે, મારા ભાથામાં કઈ તીખું-કડવું હેાય તે તમને પણ બીજું તમારું ભાથું જમતાં કામ લાગે તેવું છે તે પરસ્પર મળીને ભેગા થઈ વિચારની આપ-લે કરવારૂપ પતરાળામાં મૂકી વહેં'ચી ખાઈ તે માગ માં આગળ વધીએ એ લક્ષ ચૂકવા ચેગ્ય નથીજી.
મંદાક્રાંતા