________________
પહo
બેધામૃત
૬૪૧
અગાસ, તા. ૨૫-૨-૪૬
મહા વદ ૮, સોમ, ૨૦૦૨ દેહે – મરણના મુખ આગળ અશરણ આ સૌ લેક
કાં ચેતી લે નહિ ચતુર, મૂકવી પડશે પિક. હરિગીત – દેહાદિ સર્વ અનિત્ય છે એવી પ્રતીતિ જે થઈ,
સગુરુકૃપાથી તત્વશ્રદ્ધા અચળ જે હૃદયે રહી;. તે વન વિષે કે જન વિષે, તું સર્વ સ્થાને છે સુખી,
પણ ક્ષણિકતા ને તત્ત્વશ્રદ્ધા વિણ ગમે ત્યાં તું દુખી. (હૃદયપ્રદીપ) દેહરા – મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર,
વહાણ વિષેના પહાણ પણ, પહેચે દરિયાપાર. પપકાર પરમાર્થની, ઉત્તમ વૃત્તિ સુખકાર,
આરાધે આત્માથજન સ્વ-અધિકાર વિચાર, સદૂગત પૂ. પુનશીભાઈને દેહત્યાગના સમાચાર તારથી પરમ દિવસે મળ્યા. અચાનક આવો પ્રસંગ સાંભળી સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું હતું. પરમકૃપાળુદેવે લખ્યું છે? “બનનાર તે ફરનાર નથી ને ફરનાર તે બનનાર નથી.” (૪૭) થયું તે ન થયું થનાર નથી. કર્મને આધીન સર્વ પરાધીન છીએ એમ માની તે કર્મશત્રુને નાશ કરવા સદ્ગુરુકૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેની ઉપાસના વર્તમાન અને ભાવિ સંકટો દૂર કરવા સમર્થ છે એમ વિચારી, શોક મંદ કરી તેને વૈરાગ્યના રૂપમાં પલટાવી પરમાર્થ-વિચારણામાં મનને રોકવું હિતકારી છે એમ સર્વ મહાપુરુષોએ માન્યું છે. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છેજ. દેહના સંબંધ તે વહેમોડે સર્વને છોડવા પડ્યા છે, પણ –
“આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ;
છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધર્મ.” એ છ પદના સુવિચાર અને છઠ્ઠા પદમાં પ્રવૃત્તિ એ જ આપણું અને આપણું સમાગમીઓના સત્ય હિતનું કારણ છે. વૈરાગ્ય, ઉપશમની વૃદ્ધિ થયે તે કાર્ય મારા, તમારા સર્વથી બની શકે તેવું છે. તે સત્સંગ, સવિચાર અને સઆચાર વડે જેટલું બાકીનું જીવન જીવવાનું છે તે સદ્ગુરુશરણે ભાવીએ એવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ વિનયભાવે પ્રાર્થના છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૪૨
અગાસ, તા. ૨-૩-૪૬ તતું કે સત્
મહા વદ ૧૪, શનિ, ૨૦૦૨ તમે લખ્યું તે વાંચી પ્રમેહ થયે છેજ. પુરુષાર્થ કરશે તે સદ્દગુરુશરણે જરૂર આવા આકરા કાળમાં પણ શાંતિ પામે તેમ છે. સદ્ગુરુનાં વચનામૃત પ્રત્યક્ષ સદ્દગુરુ તુલ્ય જાણી જિજ્ઞાસા વધમાન કરી આરાધે તે જરૂર સમ્યક્દર્શન પ્રાપ્ત થાય એમ પરમકૃપાળુદેવે પિતે પણ જણાવ્યું છે. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”