SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૬૩ મોકલશે. તમારી ઈચ્છા હોય તે શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ. ઉ. ૫.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમે એકલા ધારે છે તે રકમ મેકલે તે સારો એલાર્જડ ફેટ ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ધર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મેકલવા વિચાર હોય તે મોકલવા ગ્ય છે. આ તે એક લેભ છેડવા અર્થે બાહ્ય વસ્તુને ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે તે વિષે વાત થઈ. પરંતુ પરમકૃપાળુદેવે જે કરવાનું કહ્યું છે “રાગદ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) તેમાં વિશેષ લક્ષ રાખી, આપણું વર્તન તેના માર્ગને વગોવે તેવું તે ન જ હોય. અન્યાયમાર્ગ તજ શરીર, ધન, કુટુંબ કે કીર્તિ આદિને મેહ મંદ કરી તેની આજ્ઞાને અનુસરી વર્તીશું તે જરૂર આત્માનું કલ્યાણ કરશે, તેને આશીર્વાદને પાત્ર થઈશું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૦ અગાસ, તા. ૪-૧૧-૪૫ તત્ સત્ આસે, વદ ૦)), રવિ, ૨૦૦૧ કવાલી – હરે જે મુજ ચિવૃત્તિ, કરાવી વિશ્વ-વિસ્મૃતિ, હરિ તેથી ખરા મારા, શ્રીમદ્ ગુરુ રાજજી પ્યારા. અનંતા ભવ તણાં પાપ, કૃપાળું આપ મુજ કાપે, ભુલાવી સર્વ વિક૯પ, ચરણમાં ચિત્ત સ્થિર સ્થાપે. પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી અવકાશે રેજ નિયમિત વાંચવાને કમ રાખ્યું હશે. બહુ ન વંચાય તે ફિકર નહીં, પણ જે વંચાય તેને વિચાર રાત-દિવસ રહ્યા કરે તેવી ટેવ પાડવા વિનંતી છેજી. સત્સંગે કેમ વાંચવું, વિચારવું તે સંબંધી માહિતી મળશે માટે તે સત્સંગની ભાવના વર્ધમાન કર્તવ્ય છે. ધર્મનું મૂળ સશ્રદ્ધા છે, તે કેવી હોવી જોઈએ તેનું ટૂંકું સ્વરૂપ પ. પૂ. પ્રભુશ્રીજીના સં. ૧૯૦ના દિવાળીના વ્યાખ્યાનના સારરૂપ નીચે લખ્યું છે – અમે અમારું હૃદય જણાવીએ છીએ........સત્યને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે.” (જુએ ઉપદેશામૃત પૃષ્ઠ ૩૫૮) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૩૧ અગાસ, તા. ૭-૧૧-૪૫ કાર્તિક સુદ ૨, બુધ, ૨૦૦૨ આપણું ધાર્યું કાંઈ બનતું નથી તેમ છતાં ઉત્તમ ભાવના રાખ્યા કરવી યોગ્ય છે.જી. અત્યારે જે બની રહ્યું છે તે આપણી પૂર્વની ભાવનાનું ફળ છે. તે શુભાશુભ ભાવનાં બીજ પરિપક્વ બની ફળ આપી રહ્યાં છે તે તે ભગવ્યા વિના છૂટકે નથી. આમંત્રણ જેને આપ્યું હોય તેને સત્કારપૂર્વક જમાડી વિદાય કરવા યોગ્ય છે. પણ હવે આ દુર્લભ મનુષ્યભવમાં સદ્દગુરુને જે જીવોને વેગ થયે છે, પ્રભુભક્તિ જેના હૃદયમાં પ્રગટી છે તેવા એ પૂર્વ કર્મ ભેગવતાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy