SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ત્રસુધા ૫૬૧ આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય તેને સર્વ અનુકૂળતા આવી મળવા ગ્ય છેજી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૯-૯-૪૫ અહે! આ જીવે અનંતકાળથી કયું દુઃખ ભેગાવવાનું બાકી રાખ્યું છે ? જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” – શ્રી આત્મસિદ્ધિ અનંત દુઃખમાં અત્યારે ભગવાય છે તેવા અને તેથી પણ ઘણાં આકરાં દુઃખે જીવે અનેક વાર ભેગવ્યાં છે. પરવશપણે દુઃખ ભેગવવામાં બાકી નથી રહી. માત્ર સ્વવશે એટલે આત્માનું હિત થાય તે અર્થે જીવ દુઃખ ખમવા તૈયાર થતું નથી. જેમાં પિતાનું હિત હોય તે જીવને ગમતું નથી અને આધ્યાન કરી, પિતાને અને પરને દુઃખના બીજરૂપ પાપ બંધાય તેવાં કામમાં જીવની રૂચિ છે તે હવે ટળે; અને દુઃખ જેને જ્ઞાની પુરુષે કહે છે તે સુખ પિતાને સમજાતું હોય તો પણ જ્ઞાનીના ઉપર અનન્ય શ્રદ્ધા રાખી તે તજવું જ છે એવી ભાવના જીવને નિરંતર કર્તવ્ય છેજ. વાલ આદિ અપથ્ય દરદીને પ્રિય હોય તે પણ વે ના કહી હોય તે તેને તજે છે, પીરસેલા પણ ચાખતું નથી, તેમ પૂર્વના પ્રારબ્ધ પ્રાપ્ત થયેલ રાગદ્વેષનાં કારણે ઝેર જેવાં જાણી તે તજવા યોગ્ય છેજી; ન તજી શકાય તે પણ તે પ્રત્યે વૈરાગ્યભાવ લાવી પહેલી તકે તે તજવા છે એ નિર્ણય હૃદયમાં દઢ કર્યાથી જીવને છૂટવાનું બને, બહુ જ હળવાં કર્મ બંધાય અને વીર્ય વિશેષ કુરે તે સમક્તિ પ્રાપ્ત થવા જોગ વિચારણા જાગે. સંસારના કોઈ પદાર્થ જીવને પ્રિય કરવા યોગ્ય નથી; અસંગપણું જ વારંવાર સ્મૃતિમાં આણું આ કર્મના ઘેરાવા પ્રત્યે ઉપેક્ષાભાવ, સાવ પરના જાણી દુર્લક્ષરૂપ ભાવ કરવા ગ્ય છે. વેઠ કરવી પડતી હોય તેવી પ્રવૃત્તિ ઈરછારહિત કર્તવ્ય છેજી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૨૭ અગાસ, તા. ૪-૧૦-૪૫ જન જાણીએ, મન માનીએ, નવ કાળ મૂકે કઈને.” પરમકૃપાળુદેવે લખ્યું છે કે આ લેક ત્રિવિધ તાપથી બળતે છે, ત્યાં સુખની આશા શી રાખવી? સંસારનું સ્વરૂપ અન્યથા માન્યું હોય તેને આ પ્રસંગે અતુલ ખેદ પ્રાપ્ત થાય; પણ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુ કહેવાય છે, સર્વ પ્રકારે મુક્ત થવાની જેની ભાવના છે, તેને તે જે થાય તે ભલું માનવામાં આવે એવી એ પરમપુરુષની શિખામણું શિરસાવંઘ સમજાઈ છે તેની કસોટીને આ પ્રસંગ છે એમ સમજી બીજા બધા સાંસારિક વિકલ્પો મૂકી પરમકૃપાળુદેવના ચરણમાં વૃત્તિ વારંવાર વાળી સ્થિર કરવી ઘટે છે. સપુરુષ અને પુરુષનાં અમૃત સમાન વચને એ જ આવા પ્રસંગે પરમ શરણરૂપ છે. આપે છેવટ સુધી તે ભાઈને સ્મરણની સ્મૃતિ આપવાની ફરજ બજાવી હશે. “જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના અબધુ સદા મગન મન રહેના.” 36
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy