SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા પપ છેજ. તેથી સૌથી સહેલું અને સૌથી પહેલું ધર્મકાર્ય સત્સંગ એજી એમ દઢ કરવા યોગ્ય છે.જી. પોતે પોતાની મેળે જીવ ગડમથલ કર્યા કરે અને આથી લાભ છે કે આથી મને હિત છે એમ માન્યા કરે તેથી પિતાની ભૂલે પિતાને સમજાવી મુશ્કેલ છે અને સત્સંગમાં અનેક પ્રકારે કલ્યાણનાં કારણોની ચર્ચા થતી હોય તે જીવના વિચારમાં, લક્ષમાં આવે તે દેશે દેખાય, તે પ્રત્યે તિરસ્કાર થાય, તે દુઃખદાયી સ્પષ્ટ સમજાય અને તેના ઉપાય શોધવા, સાંભળવા અને ગ્રહણ કરવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેમ છતાં પુણ્યગ વિના સામાન્ય સત્સંગની પ્રાપ્તિ પણ દુર્લભ છે. બજારનાં કે ઘરનાં કામને ધક્કો મારી બે ઘડી ત્યાં આહેરમાં જ ભક્તિ થતી હોય, વાચન થતું હોય, તેમાં હાજર રહી પિતાના ભાવ ધર્મધ્યાનરૂપ કરવાને પુરુષાર્થ નહીં કરીએ તે તેને માટે રેલવેની મુશ્કેલીઓ વેઠી, ધન ખર્ચ, કમાવાને પ્રસંગ ચૂકી, કામ મૂકી આશ્રમમાં આવી રહેવું કેટલું મુશ્કેલ થઈ પડે તે સહજ સમજાય તેવું છે જી. જેમ સંસારનાં વચને નાનપણથી કાનમાં પડ પડ થયાં અને તે દ્વારા સંસાર હદયમાં ઘર કરી ગયું છે તેમ જ્યારે સત્સંગ મેગે પરમકૃપાળુદેવનાં વચને કાનમાં પડ પડ થશે અને તેનું અલૌકિકપણું હૃદયમાં વસશે તે મેક્ષમાર્ગ જરૂર હાથ લાગશે, સંસારભય દૂર થશે અને “અબ હમ અમર ભયે ન મરેંગે” એવા ઉદ્ગાર સહજ ખુરશેજી. સર્વ ભાઈબહેને ધર્મધ્યાનમાં પ્રવર્તવા પુરુષાર્થ કરતા હશે. મનુષ્યભવની દુર્લભતા સમજાય અને તેની સફળતા પરમકૃપાળુદેવના વચનને આશયે સધાય તેમ પ્રવર્તવા ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૬૦૮ અગાસ, તા. ૨૩-૮-૪૫ તત છે સત્ શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૨૦૦૧ આપની ભાવના પર્યુષણ પર્વ ઉપર આવવા રહે છે તે જાણ્યું. સંયેગો વિચારીને આગળપાછળ ક્લેશનું કારણ ન બને તેમ કર્તવ્ય છે. ધર્મ અર્થે જ જીવવું છે એ જેને આદર્શ છે, તે જ્યાં હોય ત્યાં બનતી ધર્મની આરાધના કરે છે. જોકે સત્સંગ નિરંતર ઈચ્છવા યોગ્ય છે, પણ પ્રારબ્બાધીને તેની પ્રાપ્તિ હોય છે, છતાં પુરુષાર્થ કરતા રહેવાની દરેક મુમુક્ષુ જીવની ફરજ છેજી. શરીરાદિ કારણના ગે અહીં આવવાનું ન બને તે સદ્દગુરુ શરણે જ્યાં હોઈએ ત્યાં બનતું ધર્મ-ધ્યાન સત્સંગ કરતા રહેવા ભલામણ છે. અગાસ, તા. ૨૭-૮-૪૫ તતું છે સત્ શ્રાવણ વદ ૫, સેમ, ૨૦૦૧ વૈરાગ્યના પ્રસંગમાં સત્સંગ, સન્શાસ્ત્ર, ધર્મકથા આદિ વિશેષ હિતનાં કારણ છે. એક તે મેહ મંદ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આત્મહિતની ગરજ વધતાં ઊંડા ઊતરી મહાપુરુષને આશય સમજી તે ગ્રહણ કરવાને સુગ બને છેજ. યમ, નિયમ, તપ, વ્રત વગેરે કરતાં સત્સંગ અને સત્સંગે થયેલી આજ્ઞાની ઉપાસના જીવને વિશેષ જાગૃતિનું કારણ બને છે. માટે આત્મહિતની ભાવના વર્ધમાન થાય તેમ યથાશક્તિ કર્તવ્ય છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy