________________
બોધામૃત ધર્મ સનાતન જિન ઉદ્ભરવા વિતરાગ બનનાર, સદુપદેશ શ્રેણીથી ભાવે તાર્યા નર ને નાર. ધન્ય પંચમજ્ઞાનને સમજ સાચું પંચત્વ પામ્યા સાર,
કૃષ્ણપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ધાર. ધન્ય પરમકૃપાળુ દેવાધિદેવ પરમ શાંતિપદ ધારક કલ્યાણમૂર્તિ સનાતન સત્ય ઉદ્ધારક પ્રભુ શ્રી રાજચંદ્રદેવને ત્રિવિધ ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર સમયે સમયે હો !
હે પ્રભુ આપને પ્રબળ પુરુષાર્થ અને ઉત્કટ વૈરાગ્ય અમ જેવા મંદ ક્ષયપશમી અલ્પવીર્યવાળા પુરુષોને ઉન્નતિને માર્ગે સદાય પ્રેર્યા કરે! હે પ્રભુ! આપે જ મનુષ્યભવ ધરી જાયે, આપે જ દેહની સર્વ દશાને યથાયેગ્યપણે જાણવા, માણવા ને ત્યાગવાની વિધિ અનુભવી લીધી. સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના પર્વે અવતાર લઈ, ચમત્કારિક કારકિર્દીમાં અભ્યાસનો કાળ અપૂર્વપણે ગાળી, આખા ભારત પ્રદેશમાં અને દેશાંતરમાં સ્મૃતિની તીવ્રતાથી વખાણ પામ્યા, પણ ધર્મની વજા આપના અંતરમાં ભગવો વૈરાગ્ય વર્ધમાન કરતી હતી. વૈરાગ્ય અગ્નિ ભઠ્ઠીની અગ્નિની પેઠે છૂપી રીતે પ્રારબ્ધ કર્મ પકવીને ખપાવતી હતી. તેની ભભક કોઈ મુમુક્ષુ આદિ પ્રસંગીઓના પત્ર પરથી પ્રગટ પ્રદર્શન દે છે.
વિષમ કળિકાળમાં આપનું વિશેષ વિચરવું ન રહ્યું તે અમ જેવા અલ્પપુણિયા પુરુષને મંદ ભાગ્યેાદય. તેપણ નિષ્કારણ કરુણાસાગર ભવિષ્યમાં તેને શરણે આવનાર બાળકોને પયપાન કરાવવા આ આત્મસિદ્ધિ આદિ અમકુંભ ભરી ગયા છે, તેનું મુખ સદૂગુરુકૃપાથી ખેલી આ દુષ્કાળિયા કળિકાળના ભૂખમરાને દૂર ભગાવવા તેની વાણીસુધાધારાની શાંતિ અલ્પાંશે આરોગવા ઉદ્યમ કરીએ છીએ, તેમાં હે પ્રભુ! તારા યોગબળની અમને સદાય સહાય મળતી રહે !
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
વૈશાખ વદ ૫, બુધવાર, ૧૯૮૪ પરમોપકારી શ્રીમદ્ ગુરુદેવની પ્રતિમાજીનાં સ્ટેશને પ્રથમ દર્શન કરીને
ઉલ્લસેલી વૃત્તિ અનુસાર આલેખિત ભાવના– આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભકિતભાવે, જન્મ કટિતણાં પાપને પુંજને પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કેઈ કાળે નહીં જેગ આવો જડ્યો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તે સાચને કાજ જે નિત્ય રાચ્યું. ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યે પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણુ સદ્દગુરુની વાણી સુણે, સુણી કુણી લાગણી બધથી થાય, ને મોક્ષ માટે સદાદિત પૂણે. ૨ ઝેર સંસાર પર, ઝૂરણ સત્યની, જેમાં સદ્દગુરુને જે મળે તે, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે છે;