SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ આધામૃત ૫૪૨ અગાસ, તા. ૨૪-૧૦-૪૪ ખરી રીતે તા લાભના ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મેહ છે અને તેમાં મુખ્ય લાભ છે. તે લાભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લેાભપ્રકૃતિ ચાહે તે ધન, વિષયભાગ, દેવલાક કે લૌકિક દુઃખાથી છૂટવાના રૂપમાં હા, પણ તે છેડ્યા વિના આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી. જેમ બને તેમ નિઃસ્પૃહી, નિર્માહી થવા અભ્યાસ કભ્ય છેજી. તે અર્થે દાન, તપ, શીલ અને ભાવના કર્તવ્ય છેજી. ભક્તિભાવના સહિત સત્સ`ગની ઈચ્છાની વર્કીંમાનતા કબ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૦૪ અગાસ, તા. ૨૭-૧૦-૪૪ કાર્તિક સુદ ૧૧, ૨૦૦૧ ૫૪૩ તત્ સત્ “શું કરવાથી પાતે સુખી ? શું કરવાથી પાતે દુઃખી ? પેાતે શું ? કયાંથી છે આપ ? એના માગેા શીઘ્ર જવાપ.''—શ્રીમદ્ રાજચંદ્ આપને પત્ર પ્રાપ્ત થયા. આપે લખેલ સૂચના લક્ષમાં છેજી. આપનાં સદ્ગત માતુશ્રી નવા વર્ષની શરૂઆતમાં જ દેહ ત્યાગી ચાલ્યાં ગયાં, તે સમાચાર પણ જાણ્યા. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે વૃદ્ધ, ગ્લાન, અપ'ગ કે અશક્તદશા પણ મનુષ્યપણાની કક્યાંથી ? જેવું મનુષ્યભવમાં ધર્મનું આરાધન સુલભ છે તેવું ખીજી ગતિમાં નથી, એ મૂડી તેઓની ખલાસ થઈ ગઈ. પણ જ્યાં સુધી આપણી મૂડી આપણા હાથમાં છે ત્યાં સુધી વિચારવાન મુમુક્ષુપણે તે મૂડીના સ ્વ્યય થાય તેની કાળજી આપણુ સર્વાંને ઘટે છેજી. કોઈ વખત એવું પણ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે આ જીવ શું કરવા આવ્યા છે ? અને શું કરે છે? તે લક્ષ ચૂકવા જેવા નથી. તમને ઉદ્દેશીને જ આ લખતા નથી, મારાથી પણ તે જોઈ એ તે રીતે લક્ષ રાખી શકાતે નથી તેને માત્ર ખળાપેા પ્રદર્શિત કર્યાં છેજી. ઘેર ઘેર માટીના ચૂલા છે, દુખિયા છીએ; પણ દુઃખનું ભાન પણ થવું મુશ્કેલ થઈ પડ્યું છે. એવી મૂર્છા-અવસ્થા ટાળવાની ભાવનાવાળા છીએ, તેથી તે મહાપુરુષના વચનની સ્મૃતિ, પાકાર કાને આવે તે સર્વૈને હિતકારી જાણી લખવાનું થાય છેજી. અનિત્ય ભાવના વિષે સાંભળ્યું છે, તેની વાત પણ કરી હશે; પણ આવા પ્રસ`ગ પામીને જે જીવ તે ભાવના ભાવવાની શરૂઆત કરી, સ’સાર-શરીર-ભાગ ઉપરના વિશ્વાસ અસ્થિર, ઠગનાર જાણી, વૃત્તિ પરમપુરુષના આશ્રયમાં દૃઢ થતી જાય અને સદ્ગુરુના શરણને ક્ષણે ક્ષણે ઇચ્છે, તેની આજ્ઞા એ જ આ જીવને આ ભવ-પરભવમાં સુખપ્રદ છે, મેાક્ષનું પરમ કારણ છે એવા નિશ્ચય ઉપર આવે તેમ હવે તેા ખરા ક્રિલથી કવ્ય છેજી. લીધેા કે લેશે એમ થઈ રહ્યું છે, કાળની પણુ ખબર નથી. આવી અવસ્થામાં ધર્મ પુરુષાર્થ માં પ્રમાદ ઘટતા નથી છતાં થયા કરે છે તેના ખેદ રહ્યા કરે એટલી જાગૃતિ તેા અવશ્ય રાખવી જરૂરની સમજાય છેજી— “અચિંત્ય તુજ માહાત્મ્યનેા, નથી પ્રફુલ્લિત ભાવ; અશન એકે સ્નેહના, ન મળે “પરમ પ્રભાવ.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy