SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ આધામૃત ૫૪૦ તત્ ૐ સત્ જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ હે ! વિરતિ-ફળ દાતાર, ભવભ્રમણ મુજ ટાળજો, વનવું વારવાર. જ્ઞાનીના પાય સેવે તે, દશા તેની જ પામતા; બત્તી જેમ અડયે અન્ય દીવે, દીવા જ થાય જો. પરમેશ્વર અરુ પરમગુરુ, દેનું એક સમાન; સુંદર કહત વિશેષ ચહુ, ગુરુä પાવે જ્ઞાન.” “સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી યુદ્ધજ્ઞાન થશે, અવર ઉપાસન કોટી કરેા પણુ, શ્રી હરિથી નહીં હેત થશે.” આપે પુછાવેલ “જ્ઞાનનું ફળ વિરતિ છે” (૭૪૯) તેના ઉત્તર ટૂંકામાં નીચે જણાવું છુંજી. છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સત્તા અવિનાશ, મૂળ૦ અગાસ, તા. ૨૨-૧૦-૪૪ કાર્તિક સુદ ૫, જ્ઞાનપચમી, ૨૦૦૧ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ૦’ ઉપરની કડીમાં જે જ્ઞાન કહ્યું છે તે દુર્લભ છે. પુસ્તક વાંચી ભણી લેવાં, સસ્કૃત ભણવું, પુસ્તક લખવાં કે મુખપાઠ કરી લેવું તેને જ્ઞાનીપુરુષા જ્ઞાન કહેતા નથી. “જો હાય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યા નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” એવું આત્મજ્ઞાન જેને પ્રગટે છે તેને પાંચ ઇંદ્રિયા અને મન વશ થતે એવા પ્રત્યાહાર નામના ગુણ પ્રગટે છે. વિષય-વિકારે ન ઇન્દ્રિય જોડે તે ઇંડાં પ્રત્યાહારી રે, કેવળ જ્ગ્યાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે.’ આત્મજ્ઞાનનું કુળ સયમ અથવા વિરતિ છે. વિરતિ એટલે પાંચ ઇંદ્રિયાના વિષય-રૂપ, રસ, ગ'ધ, સ્પર્શ, શબ્દ – તેમાં જે રતિ-પ્રીતિ હતી તે ટળી ગઈ. તે સારા લાગતા નથી. ઉપરથી સુંદર દેખાતા કિંપાકવૃક્ષના ઝેરી ફળ જેવા ઇંદ્રિયના વિષયેા લાગે છે તથા મનને બાહ્ય પદાર્થામાં જે મેાહ હતા તે આત્માનું માહાત્મ્ય સમજાતાં ‘સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન’ કે “આત્માથી સૌ હીન” લાગે છે; તેથી સ'સારના વિચાર અસાર લાગે, તેથી મન ત્યાંથી પાછું ફરી મહાત્મા પુરુષ, તેનાં વચન, અને તેની આજ્ઞા અને આત્મદશા વધારવાના વિચારે કરવાને મન દાડે છે અથવા તે પરમાત્મસ્વરૂપમાં લીન થાય છે. માટે ખીજેથી મનવચનકાયાની પ્રવૃત્તિ રોકાઈ એક આત્મહિતમાં વર્તે અને આખરે શાંત થાય તેનું નામ વિરતિ છેજી. “સ'યમના હેતુથી ચેગપ્રવના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ ૰” વિરામ પામવું, શાંત થવું તે વિરતિ છે. જાણ્યા વિના તેમ ખનતું નથી. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે ક્રમે લીન થયું તેનું નામ વિરતિ છે. સ'સારથી વિરામ પામી મેાક્ષ થતાં સુધી તેના ક્રમ છે. એ જ વિનંતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy